મુંબઇ, તા. 30
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને 2024નો દાદા સાહેબ ફાળકેથી સન્માનિત કરાશે. હિન્દી ફિલ્મમાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોચ્ચ એવોર્ડ ગણવામાં આવે છે.
8 ઓકટોબર 2024ના દિલ્હીમાં યોજાનાર સમારોહમાં આ એવોર્ડ તેને અપાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એકસ પર એક પોસ્ટ મૂકતા કહ્યું કે મને જાહેરાત કરતા ગર્વ થાય છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી સમિતિએ આ વર્ષે અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેના મહત્વપૂર્ણ યોગદાન બદલ આ એવોર્ડ આપવા નિર્ણય લીધો છે.
મિથુન ચક્રવર્તીની ફિલ્મી યાત્રા પેઢીઓ સુધી ફિલ્મના દર્શકોને પ્રેરીત કરતી રહેશે. અને સિનેમા ઉદ્યોગ માટે તે એક ગર્વ બની રહ્યા છે. એક નકસલી તરીકે પોતાની પ્રારંભિક કેરીયર બનાવનાર મિથુન ચક્રવર્તી બાદમાં અભિનેતા બની ગયા હતા અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે.
ડિસ્કો ડાન્સમાં તેમની ફિલ્મથી વધુ જાણીતા બન્યા હતા અને બાદમાં તેઓએ પોલીટીકસમાં પણ નસીબ અજમાવ્યું હતું અને છેલ્લે ભારતીય જનતા પક્ષ સાથે તેઓ જોડાયા હતા.