મારા જ કર્મ મને અહીં લાવ્યા છે’: યોગ ગુરૂ:નકલી નોટો પકડવા PIએ 24 પોલીસકર્મી સાથે સવારથી વોચ ગોઠવી

By: Nation Gujarat Team
20 Mar, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી 2.10 કરોડની નકલી નોટો સાથે યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. આ ઓપરેશન 18 માર્ચ 2026ના શરૂ થયું હતું અને 19 માર્ચ બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. બાતમીના આધારે પીઆઇ અને તેમની સાથેના 24 પોલીસકર્મી સવારથી અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે ઊભા હતા. રસ્તા પર આવતી જતી તમામ ગાડીઓ પર પીઆઇ સહિતના પોલીસકર્મીઓ નજર રાખીને બેઠા હતા.

બપોરે 3 વાગ્યે એક ફોર્ચ્યુનર કાર દેખાઈ અને તેને ઉભી રખાવી હતી. આ ફોર્ચ્યુનર કારમાંથી નકલી નોટો ભરેલી બેગ સાથે આવેલા યોગ ગુરૂ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડ્યા બાદ યોગ ગુરૂએ પોલીસને કહ્યું કે, માર જ કર્મ મને અહીં લાવ્યા છે, આ મારી ભૂલ છે.

બાતમી મળતા જ PIએ 24 પોલીસકર્મી સાથે ઘટનાસ્થળે વોચ ગોઠવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ. જે. જાડેજાને 18 માર્ચના એક બાતમી મળી હતી કે, સુરતથી એક સફેદ કલરની 5252 નંબરની કાર નકલી ચલણી નોટોના મોટા જથ્થા સાથે અમદાવાદ આવી રહી છે. બાતમી મળતા જ પીઆઇ જાડેજા 4 PSI અને 20 પોલીસકર્મીઓ સાથે અમરાઈવાડી પહોંચી ગયા હતા. પૈસા ભરેલી કાર આવતી હોવાથી અલગ અલગ ટીમ બનાવીને પોલીસકર્મીઓ અલગ અલગ જગ્યાએ ઉભા હતા.

સવારથી રાહ જોતી પોલીસને બપોરે સફેદ કલરની એક કાર દેખાઈ પોલીસે આવતી જતી અનેક કાર જોઈ પરંતુ તેમને GJ 05 અને 5252 નંબરની સફેદ કારની તલાશ હતી. બપોર સુધી રાહ જોયા બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ એક સફેદ કાર આવી રહી હતી. જે નજીક આવતા તેનો નંબર જોયો અને પોલીસે એકબીજાને ઈશારો કરી તમામ ભેગા થઈ ગયા હતા. પોલીસે કારને મેટ્રો બ્રિજના પિલ્લર નં. 29 અને 30ની વચ્ચે રોકી લીધી હતી.

કારમાંથી એક બેગ અને બોક્સમાંથી 500ના દરની નકલી નોટો મળી પોલીસે કાર રોકી પરંતુ નંબર પ્લેટની ઉપર સરકારી પ્લેટ હોય તેમ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જોકે, નંબર 5252 જ હતો, જેથી પોલીસે કારમાંથી તમામ લોકોને નામ પૂછીને નીચે ઉતાર્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી ત્યારે તેમાંથી કાળા કલરની એક બેગ અને એક બોક્સ મળ્યું હતું. જેમાં રૂપિયા 500ના દરની સેંકડો નોટો મળી આવી હતી.

યોગ ગુરૂ પ્રદીપે પોલીસને કહ્યું ‘મારા કર્મ જ મને અહીંયા લાવ્યા છે’ નોટો મળતા જ પોલીસે પૂછ્યું ત્યારે તમામે નકલી નોટો હોવાનું કબૂલ્યું હતું. યોગ ગુરૂ પ્રદીપને પણ પોલીસે પૂછ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે આ નકલી નોટો છે. પ્રદીપે પોલીસને એવું પણ કહ્યું કે, આ બધા માર કર્મ જ છે, મારા કર્મ જ મને અહીંયા લઈને આવ્યા છે. આ મારી ભૂલ છે. પોલીસે તાત્કાલિક તમામ મુદ્દામાલ સાથે એક મહિલા સહિત તમામની અટકાયત કરી અને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવ્યા હતા.

પોલીસકર્મીઓએ એક જ કપડામાં 24 કલાક ફરજ બજાવી 18 માર્ચ બપોરે 3 વાગ્યાથી કેસની શરૂઆત થઈ હતી જે 19 માર્ચના બપોરે 3:20 વાગ્યા સુધી ચાલ્યો હતો. કાર્યવાહી માટે ગયેલા પીઆઇ અને તેમની ટીમ 18 માર્ચથી એક જ કપડામાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજર હતા. આરોપીને ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું. જેમાં 24 કલાક જેટલો સમય થયો હતો. નોટની સંખ્યા વધુ હોવાથી ગણતરી કર્યા બાદ તેનો સીરિયલ નંબર લખવામાં પોલીસને લાંબો સમય લાગ્યો હતો.

સુરતથી નોટો અમદાવાદ લાવવા પ્રદીપ અને મહિલાની મદદ લેવાઈ નકલી નોટો બનાવવા માટે પ્રદીપના યોગ આશ્રમમાં પણ પ્રદીપે આરોપીની એકબીજા સાથે મુલાકાત કરાવી હતી. સુરતથી નોટો અમદાવાદ લાવવાની હતી તેમાં પણ પ્રદીપ અને મહિલાની મદદ લેવામાં આવી હતી. કારમાં મહિલા હોય તો તપાસ ન થાય અને પ્રદીપ યોગ ગુરૂ હોવાથી કાર ચેક નહીં થાય તેવો આરોપીઓને વિશ્વાસ હતો.

Related Posts

Load more