મહિલા બુમો પાડતી રહી ને લુખ્ખાઓ ઘેરીને મારતા રહ્યા,અમદાવાદના નોબલનગરની ધ્રુજારી કંપાવે એવી ઘટના

By: Nation Gujarat Team
04 Mar, 2026

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. લાકડીઓ, દંડા અને તલવાર જેવા ઘાતક હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ જાહેર રોડ ઉપર મારામારીના બનાવો ઘટી રહ્યા નથી. જેની વચ્ચે ગઈકાલે(3 માર્ચ) રાત્રે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં ધ્રુજારી કંપાવી દે એવી ઘટના સામે આવી છે.

ચાર શખ્સો લાકડીઓ વડે મહિલા અને પુરુષ પર તૂટી પડ્યા હતા. બાઈકો પર આવેલા શખ્સો લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારતા હતા, જેને બચાવવા માટે બે મહિલાઓ વચ્ચે આવી હતી. મહિલા યુવકને બચાવી રહી હતી છતાં પણ ચારેય યુવકો બેફામ લાકડીઓ વરસાવી રહ્યા હતા.

3 માર્ચના રોજ મારામારીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે શહેરના નોબલ નગર વિસ્તારમાં મહિલા અને યુવક ઉપર બેફામ પડેલ લાકડીઓ વરસાવી અને માર મારવાની નિર્દયી ઘટનામાં દીપક નામના યુવક ઉપર લાકડીઓ વરસાવવામાં આવે છે. તેને એક દિવસ અગાઉ એટલે કે 3 માર્ચના રોજ મારામારીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 3 માર્ચના રોજ રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ જયેશ રબારી અન્ય એક વ્યક્તિ સાથે આવ્યા હતા અને જઈશું નામના વ્યક્તિ સાથે જુલુસ બાબતે થયેલી બોલાચાલી અંગે જયેશ રબારીએ દિપકને માર માર્યો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી લાકડીઓના ફટકા માર્યા હતા જે મામલે પણ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નિર્દયી રીતે અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. એટલી ખરાબ રીતે મહિલાને માર મારવામાં આવ્યો હતો કે તેનો હાથ સૂજી ગયો હતો. લોકોના ટોળા ભેગા થઈ જતા ચારે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી પણ હોળીના તહેવારમાં પોલીસની હદ વિવાદની ‘હૈયાહોળી’ જોવા મળી હતી.

તો અન્ય એક બનાવમાં અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં ગઇકાલે મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. છારાનગરના ફ્રી કોલોનીમાં રહેતા વૃદ્ધાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ ચલાવી અને હત્યા કરવામાં આવી હતી.

બાઇક પર આવેલા ચાર શખ્સો લાકડીઓ લઈ તૂટી પડ્યા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 માર્ચના રોજ રાત્રે 11થી 11:30ની આસપાસ શહેરના નોબલનગર ટર્નિંગ પાસે મહિલા અને પુરુષ ઉપર બેફામ રીતે ચાર લોકો લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. બાઇક પર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા યુવકને માર મારવામાં આવી રહ્યો હતો. જેને બચાવવા માટે મહિલા વચ્ચે પડી હતી છતાં પણ ચારેય લોકો લાકડીઓ વડે માર મારી રહ્યા હતા. લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા ચારે શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મહિલા અને પુરુષને માર મારવામાં આવ્યો હતો તેમને અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જતા હતા ત્યારે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ’ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બીજા વીડિયોમાં પણ મહિલાના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ અને સરદારનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચે ત્યારે પીડિત પરિવારજનો કહી રહ્યા છે કે કેવી રીતે માર માર્યો છે. અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ પણ અમારે પોલીસ ચોકી જવું છે એવું કહેવા લાગ્યા હતા. મહિલાઓ પણ ખૂબ રડવા લાગી હતી અને અમને કેવો માર માર્યો છે જુઓ એમ કહીને જે ગંભીર રીતે મારામારી થઈ હતી તેના નિશાન બતાવ્યા હતા.

તો અન્ય એક બનાવમાં અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં ગઇકાલે(3 માર્ચ) મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. છારાનગરના ફ્રી કોલોનીમાં રહેતા વૃદ્ધાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ ચલાવી અને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક વ્યક્તિને જાણ થતા તેમણે પરિવારજનોને અને પોલીસને જાણ કરી હતી. સરદારનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં મહિલાની પગ બાંધેલી ઉઘી પડેલી લાશ જોવા મળી હતી.

Related Posts

Load more