મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપીનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ, અજિત પવારે મારી બાજી

By: nationgujarat
23 Nov, 2024

Maharashtra Assembly Election Result Update: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 65%થી વધુ મતદાન થયું હતું. જેનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. ત્યારે અત્યાર સુધી દેખાતા ટ્રેન્ડમાં મહાવિકાસ અઘાડી ઘણી પાછળ ચાલી રહી છે, તેમજ એક્ઝિટ પોલથી વિપરિત મહાયુતિનું આકર્ષક લીડ સાથે વિજય મેળવવાની દિશામાં આગળ વધતી જોવા મળી રહી છે. મહાવિકાસ અઘાડી અને મહાયુતિમાં શરદ પવારની એનસીપી અને અજીત પવારની એનસીપી વચ્ચેની લડત હતી. જેમાં હાલ, અજીત પવારની એનસીપીને જનતાનો ટેકો મળતો જોવા મળી રહ્યો છે. તેમજ શરદ પવારની એનસીપીનો મહાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ જોવા મળી રહ્યો છે.

બે ગઠબંધનની લડત

મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.

શરદ પવારનો નિરાશાજનક દેખાવ

જેમાં હાલ અજીત પવારની એનસીપી 37 બેઠકો પર આગળ ચાલી રહી છે તેમજ 2 બેઠક પર જીત હાંસલ કરી દીધી છે. વળી, શરદ પવારની એનસીપીને એક બેઠક પર જીત મળી છે અને ફક્ત 12 બેઠકો પર લીડ જોવા મળી રહી છે. અજીત પવાર ખુદ પોતાની બારામતી બેઠકથી 11 હજાર વોટની લીડ સાથે આગળ છે.


Related Posts

Load more