Related Posts
મહારાષ્ટ્રની એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પુણેના બારામતી એરપોર્ટમાં એક પ્રાઇવેટ કંપનીનું ટ્રેની વિમાનનું ક્રેશ લેન્ડિંગ ની ઘટના બની છે. આ એ જ જગ્યા છે જયા અદાજે સાત મહિના પહેલા મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું અને તેમા તેમનું મોત નિપજ્યુ હતું. ફરી આજ સ્થળે ટ્રેની વિમાનનેે રવિવારે બપોરે લગભગ 12:35 વાગ્યે વિમાન રનવેથી થોડે દૂર ક્રેશ થયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી, અને વિમાનને થોડું નુકસાન થયું છે.પીટીઆઈના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાની હાલમાં તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું, “અમે તપાસ કરી રહ્યા છીએ કે વિમાનમાં ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ સમસ્યા હતી. હાલમાં કંઈપણ ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું ગણાશે.”