ભારતીય ક્રિકેટ ટીમના અને હાલ IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી ગયા છે. પત્ની ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા પછી ચહલની લવ લાઈફ સતત સમાચારમાં છે. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ તાન્યા ચેટર્જીએ એક મોટો દાવો કર્યો છે. તાન્યાએ મીડિયા સામે પોતાની અંગત ચેટ બતાવીને કહ્યું છે કે ચહલ તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને વારંવાર ‘ક્યૂટ’ કહી રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ભારે હંગામો મચી ગયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે તાન્યા પાપારાઝી (ફોટોગ્રાફર્સ) સાથે વાત કરી રહી છે. વાતચીત દરમિયાન તાન્યા કહે છે, “મને એક બીજો ક્રિકેટર ક્યૂટ લાગે છે.” જ્યારે પાપારાઝીએ પૂછ્યું કે એ કોણ છે, ત્યારે તેણે તરત જ યુઝવેન્દ્ર ચહલનું નામ આપ્યું. ત્યારબાદ તેણે આગળ કહ્યું કે, “ચહલે મારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈને મને ઘણી વખત ક્યૂટ કહી છે.” આ સાંભળીને પાપારાઝીએ તેને સાબિતી તરીકે ચેટ બતાવવા કહ્યું, તો તાન્યાએ કેમેરા સામે પહેલા ચહલની પ્રોફાઇલ અને પછી તેના મેસેજવાળી ચેટ ખુલ્લેઆમ બતાવી દીધી હતી.
ચહલ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા નહીં
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ચહલનું નામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આરજે મહવેશ સાથે પણ જોડાયું હતું. જોકે, હવે તાન્યા ચેટર્જીના આ ધડાકાએ સૌને વિચારતા કરી દીધા છે. આ આખો વિવાદ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો હોવા છતાં, હજુ સુધી આ મામલે યુઝવેન્દ્ર ચહલ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા કે જવાબ સામે આવ્યો નથી. હવે જોવું એ રસપ્રદ રહેશે કે ચહલ આ બાબતે શું કહે છે.
કોણ છે તાન્યા ચેટર્જી?
જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે તાન્યા ચેટર્જી મૂળ કોલકાતાની છે અને તેણે પોપ્યુલર વેબ સિરીઝ “ગંદી બાત” થી એક અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. એક્ટિંગની સાથે સાથે તે એક જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 2.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પોતાની જાતને એક એક્ટર, આર્ટિસ્ટ, મોટિવેટર અને ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાવે છે અને અગાઉ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે.