મથુરામાં મોટી દુર્ઘટના: માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતરી પલટી ગયા, ટ્રેનોની અવરજવર બંધ થઈ
મથુરામાં મોટી દુર્ઘટના: માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતરી પલટી ગયા, ટ્રેનોની અવરજવર બંધ થઈ
By: nationgujarat
22 Oct, 2025
મથુરા: આગરા-દિલ્હી રેલવે ટ્રેક પર મંગળવાર રાતે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. અહીં કોલસાથી ભરેલી માલગાડીના 11 ડબ્બા અચાનક પાટા પરથી ઉતરીને પલટી ગયા હતા. આ દુર્ઘટના બાદ રેલવે ટ્રેક પર અવરજવર બંધ થઈ ગઈ હતી. આપને જણાવી દઈએ કે, માલગાડી કોલસા લઈને જઈ રહી હતી. આ દરમ્યાન જેંત વિસ્તાર અંતર્ગત પોલ નંબર 1408 નજીક લગભગ 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ ઘટના વૃંદાવન વિસ્તાર અંતર્ગત આવતા આઝઈ સ્ટેશન નજીક થઈ, છટીકરા અને આઝઈની વચ્ચે તે આવે છે. જાણકારી અનુસાર, કોલસાથી ભરેલી માલગાડી આગરાથી દિલ્હી તરફ જઈ રહી હતી. આ દરમ્યાન પોલ નંબર 1408 પાસે અચાનક ટ્રેનના કેટલાય ડબ્બા ડિરેલ થઈ ગયા. દુર્ઘટનાની તરત બાદ રેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો.
રેલવે અધિકારી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. ટ્રેકને ફરીથી ચાલું કરવાનું કામ યુદ્ધના ધોરણે શરુ કરી દીધું છે. દુર્ઘટનાના કારણે કેટલીય ટ્રેનો રોકવી પડી છે, જેના કારણે રેલ વ્યવહાર હાલ આ રુટ પર બંધ કરી દીધો છે.
દુર્ઘટનાનું કારણ હજુ સામે નથી આવ્યું
માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપી દીધા છે. એવું પણ સામે આવ્યું છે કે આ પોઈન્ટ પર પહેલા પણ બે વાર માલગાડી ડિરેલ થઈ ચુકી છે. પણ અત્યાર સુધી વિભાગ તરફથી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.