પ્રાચીન સમયથી ડ્રાય ફ્રૂટ્સને મગજ માટે ફાયદાકારક માનવામાં આવેલું છે. મગજને તેજ બનાવવા માટે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરી શકાય છે. તમે તમારા ડાયટમાં અખરોટ અને બદામનો સમાવેશ કરી શકો છોપમ્પકીન સીડ ખાવાથી યાદશક્તિ સુધરે છે અને બ્રેઇન હેલ્થ વધુ સક્રીય બને છે. પમ્પકીન સીડને પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ઓમેગા-3 અને ઝીંકનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તે હૃદયને સ્વસ્થ રાખે લીલા પાંદડાવાળા શાકભાજી પણ મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી લોહીની ઉણપ દૂર કરવા અને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ફળો ખાવાથી પણ મગજન તેજ બને છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને જામફળ જેવા ફળો બ્રેઇન હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. મગજની કાર્યક્ષમતા વધારવા માટે ખાટા ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય વસ્તુઓને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે જ તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરવી જોઈએનોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. nationgujarat.com કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.