ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ: શપથ પહેલાં જોઈ લો આખી યાદી, જાતિ-જ્ઞાતિનું ગણિત સમજો

By: nationgujarat
17 Oct, 2025

Gujarat cabinet expansion: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આજે શુક્રવારે તારીખ 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપના નેતાઓ, સાધુ સંતો અને ગણ માન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા પહોંચ્યા છે.

કુલ 10 મંત્રી કપાયા?

(1) બળવતસિંહ રાજપૂત
(2) મૂળુ બેરા
(3) રાઘવજી પટેલ
(4) કુબેર ડિંડોર
(5) જગદીશ વિશ્વકર્મા ( પ્રદેશ પ્રમુખ બનતા રાજીનામું )
(6) ભાનુબહેન બાબરિયા
(7) મુકેશ પટેલ
(8) ભીખુસિંહ પરમાર
(9) કુવરજી હળપતિ
(10) બચુ ખાબડ

જાતિ-જ્ઞાતિનું ગણિત સમજો

  • ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં ત્રણ મહિલાનો સમાવેશ
  • મંત્રી મંડળમાં ત્રણ SC, ચાર ST, 9 OBC અને 7 પટેલ
  • મંત્રી મંડળમાં એક ક્ષત્રિય અને એક જૈનનો સમાવેશ
  • મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધારે
  • સૌરાષ્ટ્રમાંથી 9 ધારાસભ્યોનો સમાવેશ
  • ઉત્તર ગુજરાતમાંથી ત્રણ ધારાસભ્યોનો સમાવેશ
  • દક્ષિણ ગુજરાતમાંથી 6 ધારાસભ્યોનો સમાવેશ
  • મધ્ય ગુજરાતમાંથી 5 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ
  • કોંગ્રેસમાંથી આવેલા એક નેતાનો સમાવેશ

મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રી

(1) મનીષા વકીલ – વડોદરા શહેર – SC
(2) રમેશ કટારા – દાહોદ – ST
(3) કમલેશ પટેલ – પેટલાદ (આણંદ) પાટીદાર
(4) દર્શનાબહેન વાઘેલા – અસારવા (અમદાવાદ શહેર) SC
(5) સંજયસિંહ મહિડા – મહુધા (ખેડા જિલ્લો) OBC
(6) રમણ સોલંકી – બોરસદ (આણંદ) OBC

 

સૌરાષ્ટ્રમાંથી કોણ-કોણ?

(1) કુંવરજી બાવળીયા – જસદણ (રાજકો) કોળી પટેલ
(2) પરસોતમભાઈ સોલંકી -ભાવનગર ગ્રામ્ય – કોળી પટેલ
(3) જીતુ વાઘાણી – ભાવનગર શહેર -પાટીદાર
(4) રીવાબા જાડેજા – જામનગર શહેર – ક્ષત્રિય
(5) કાંતિ અમૃતિયા -મોરબી – લેઉઆ પાટીદાર
(6) ત્રિકમ છાંગા – અંજાર (કચ્છ) OBC
(7) અર્જુન મોઢવાડિયા – પોરબંદર – OBC
(8) પ્રદ્યુમન વાંઝા – કોડિનર – SC
(9) કૌશિક વેકરિયા – અમરેલી – લેઉઆ બેઠક

 

દક્ષિણ ગુજરાતમાં કુલ 6 નામ આવ્યા સામે

(1) પ્રફુલ્લ પાનસેરિયા- સુરત શહેર- લેઉઆ પાટીદાર)
(2) કનુભાઈને દેસાઇ – પારડી (વલસાડ) – અનાવીલ બ્રાહ્મણ
(3) હર્ષભાઈ સંઘવી – સુરત શહેર -જનરલ
(4) નરેશ પટલ -ગણદેવી – ST
(5) જયરામ ગામિત – નિઝર (તાપી) ST
(6) ઈશ્વર પટેલ -હાંસોલ (ભરૂચ) OBC

 

ઉત્તર ગુજરાતમાંથી કોણ બનશે મંત્રી?

(1) ઋષિકેશ પટેલ – વિસનગર (મહેસાણા) કડવા પટેલ
(2) પી.સી.બરંડા – ભીલોડા (અરવલ્લી) ST
(3) પ્રવિણ માળી – ડિસા (બનાસકાંઠા) OBC
(4) સ્વરૂપજી ઠાકોર – વાવ – ક્ષત્રિય ઠાકોર

 

સૌરાષ્ટ્રના આઠ ધારાસભ્યને શપથ માટે ફોન આવ્યો

પરસોત્તમ સોલંકી (ઓબીસી)
કુંવરજી બાવળિયા (ઓબીસી)
અર્જુન મોઢવાડિયા (ઓબીસી)
જીતુ વાઘાણી (લેઉવા પટેલ)
કૌશિક વેકરિયા (લેઉવા પટેલ)
કાંતિ અમૃતિયા (કડવા પટેલ)
રીવાબા જાડેજા (ક્ષત્રિય સમાજ)
ડૉક્ટર પ્રદ્યુમન વાજા (દલિત સમાજ)


Related Posts

Load more