ભાવનગર – જાણિતા ડોકટરે પોતાના જ દવાખાનામાં ઇન્જેકશન મારી જીવન ટુંકાવ્યું

By: nationgujarat
14 Oct, 2025

ભાવનગરમાં પ્રખ્યાત તબીબે આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. ભાવનગર શેહરના જાણીત સર્જન ડો.રાજેશ રંગલાણીએ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. સુર્યદિપ કોમ્પલેક્ષમાં પોતાના જ દવાખાનામાં ઇન્જેકશન મારીને જીવન ટુંકાવ્યું છે. કયા કારણોસર તબીબે આપઘાત કર્યો છે તેની સત્તાવાર વિગત બહાર નથી આવી.ડોકટરે આત્મહત્યા કરતા પરિવાર પર આભાફાટયુ છે. ડોકટરે આપઘાત કર્યાની વિગત પોલીસને મળતા ઘટના સ્થળે પર પોલીસનો કાફલો આવી પહોંચ્યા હતો.

ડોકટરે આપઘાત કર્યાના સમાચારની પરિવારને જાણ થતા તાત્કાલિત દવાખાને આવી પહોંચ્યા હતા. પોલીસે ડોકટરનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસને તપાસ દરમિયાન કોઇ સુસાયઇડ નોટ પણ મળી નથી. પોલીસ સાથે ફોરેન્સિક ટીમ પણ દવાખાનામાં તપાસ કરી રહી છે તેમજ પોલીસ દ્વારા ડોકટરના પરિવારના સભ્યો અને મિત્રો સાથે પુછપરછ હાછ ધરી છે.


Related Posts

Load more