ભારત ફાઇનલમાં -શમીએ 7 વિકેટ લઇ કિવી ટીમને હરાવ્યું ભારતે

By: nationgujarat
15 Nov, 2023

વાનખેડે મેદાન પર ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા જવાબમાં કિવી 327 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે ભારતે 70 રનથી મેચ જીતી લીધી છે શમીએ 7 વિકેટ લીધી છે.

. વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ 393 રનનો હતો. જે ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2015 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં બનાવી હતી.

વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની વન-ડે કારકિર્દીની 50મી સદી ફટકારી હતી. તે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. વિરાટે સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. અય્યરે વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારી હતી. શુભમન ગિલે 66 બોલમાં 80 રન અને કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી.

શમી વિશ્વકપમાં ઝંપાની આગળ નીકળી ગયો વિકેટ લેવામાં  શમીએ 7 વિકેટ લીધી આજની મેચમાં અને વિશ્વકપમાં કુલ 23 વિકેટ લીધી છે.  શમીએ 10 ઓવરમાં 7 વિકેટ લીધી 57 રન આપ્યા છે

Fall of wickets: 1-30 (Devon Conway, 5.1 ov), 2-39 (Rachin Ravindra, 7.4 ov), 3-220 (Kane Williamson, 32.2 ov), 4-220 (Tom Latham, 32.4 ov), 5-295 (Glenn Phillips, 42.5 ov), 6-298 (Mark Chapman, 43.5 ov), 7-306 (Daryl Mitchell, 45.2 ov), 8-319 (Mitchell Santner, 47.5 ov), 9-321 (Tim Southee, 48.2 ov), 10-327 (Lockie Ferguson, 48.5 ov) • DRS

કુલદીપે પોતાની પહેલી વિકેટ લીધી હતી. તેણે માર્ક ચેપમેન (0 રન)ને આઉટ કર્યો હતો. જસપ્રીત બુમરાહે ટીમને પાંચમી સફળતા અપાવી હતી. તેણે ગ્લેન ફિલિપ્સ (41 રન)ને આઉટ કર્યો હતો. ટોમ લાથમ ઝીરો પર આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ LBW આઉટ કર્યો હતો. શમીની આ ચોથી વિકેટ છે. તેણે કેન વિલિયમસન (69 રન), રચિન રવીન્દ્ર (13 રન) અને ડેવોન કોનવે (13 રન)ને પણ આઉટ કર્યા હતા. શમીએ પોતાના સ્પેલના પ્રથમ બોલ પર જ સફળતા મેળવી હતી.

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સેમીફાઈનલમાં મજબૂત શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. કેપ્ટન રોહિત શર્મા 29 બોલમાં 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલ 79ના અંગત સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો, જે પછી તે બેટિંગમાં પાછો ફર્યો અને 80ના વ્યક્તિગત સ્કોર પર અણનમ પાછો ફર્યો. વિરાટ કોહલીએ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો ભારતીય મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને ODI ક્રિકેટમાં 49 સદી ફટકારી છે, જ્યારે વિરાટ કોહલીના નામે હવે 50 સદી છે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં 113 બોલમાં 117 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે 163 રનની ભાગીદારી થઈ હતી. શ્રેયસ અય્યર 105 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 20 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર માત્ર એક રન બનાવી શક્યો હતો.


Related Posts

Load more