ભારતે સિરીઝ 4-1થી જીતી: અર્શદીપની છેલ્લી ઓવરે જીતનો દીપ પ્રગટાવ્યો, 6 રનથી જીત મળી

By: nationgujarat
03 Dec, 2023

ભારતે રોમાંચક T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું. ટીમ ઈન્ડિયાના અર્શદીપ સિંહે બેંગલુરુમાં છેલ્લા 6 બોલમાં 10 રનને ડિફેન્ડ કર્યા હતા. તેણે પ્રથમ 3 બોલ પર કોઈ રન ન આપ્યો અને કેપ્ટન મેથ્યુ વેડની વિકેટ પણ લીધી. છેલ્લી ઓવરમાં ટીમ માત્ર 3 રન બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં 10 રન જોઇતા હતા અને અર્શદીરની ઓવરે ઓસ્ટ્રલીયાને 6 વિકેટે હરાવ્યું આ ઓવરના પહેલો જ બોલ જો કે કાયદેસર વાઇડ હતો પણ અમ્પાયરે આપ્યો નહી અને ઓસ્ટ્રલીયાના બેટરે બોલ વાઇડ હોવાની દલીલ પણ કરી પણ નિર્ણય ભારતની તરફેણમાં રહ્યો તે પછી બોલ ડોટ ગયો અને 3 બોલે વાઇડની વિકેટ મળી .

ભારત તરફથી મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. શ્રેયસ અય્યરે 53 રન બનાવ્યા હતા. પાંચમી T20માં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 4-1ના અંતરથી શ્રેણી જીતી લીધી છે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 8 વિકેટે 154 રન જ બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા બેંગલુરુમાં પહેલીવાર T-20 મેચ હારી, અહીં ટીમે 3 T20 જીતી છે.

પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયા 50/2
161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા કાંગારૂ ઓપનરોએ ઝડપી શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડે અર્શદીપ સિંહના પ્રથમ 3 બોલ પર સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં 14 રન બનાવ્યા. ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં આવેલા મુકેશ કુમારે જોશ ફિલિપ (4 રન)ને બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ રવિ બિશ્નોઈએ ટ્રેવિસ હેડને પોતાની જ ઓવરમાં બોલ્ડ કરી કાંગારૂ ઓપનરોને પેવેલિયન મોકલી દીધા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 ઓવરમાં 50/2 હતો.

ટીમ ઈન્ડિયાની ઇનિંગ…

શ્રેયસે ફિફ્ટી ફટકારી હતી
શ્રેયસ અય્યરે 53 રનની ઇનિંગ રમી હતી. તેણે તેની T-20 કારકિર્દીની આઠમી ફિફ્ટી ફટકારી. અય્યર ઉપરાંત જીતેશ શર્માએ 24 રન અને અક્ષર પટેલે 31 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી બેન દ્વારશુઇસ અને જેસન બેહરેનડોર્ફને 2-2 વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 3-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયા આજની મેચ જીતીને પણ સિરીઝ જીતી શકતું નથી, પરંતુ લક્ષ્ય હાંસલ કરીને વન-ડે વર્લ્ડ ચેમ્પિયન કાંગારૂ ટીમ સિરીઝનું પરિણામ 3-2થી પોતાના ગૌરવને બચાવી શકે છે.

ડેથ ઓવરમાં ભારત માત્ર 35 રન બનાવી શક્યું
ભારત 17થી 20 ઓવરમાં માત્ર 35 રન જ બનાવી શક્યું હતું. આ તબક્કામાં ટીમે શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ જેવા સેટ બેટર્સની વિકેટ ગુમાવી હતી. શ્રેયસે 53 રન અને અક્ષરે 31 રનની મહત્વની ઈનિંગ્સ રમીને ટીમનો સ્કોર 150 રનથી આગળ લઈ ગયા હતા. રવિ બિશ્નોઈ પણ છેલ્લા બોલ પર રનઆઉટ થતા ઓસ્ટ્રેલિયાને 161 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

અય્યર-શર્માએ મિડલ ઓવરોમાં બાજી સંભાળી, ભારતે 73 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી
પાવરપ્લેમાં ઓપનરો આઉટ થયા બાદ ત્રીજા નંબરે રમવા આવેલા શ્રેયસ અય્યરે ઇનિંગ્સ રમી હતી, પરંતુ બીજી બાજુથી વિકેટો પડતી રહી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 રન બનાવીને અને રિંકુ સિંહ 6 રન બનાવીને આઉટ થયા હતા.

55ના સ્કોર પર 4 વિકેટ ગુમાવ્યા બાદ અય્યર અને જીતેશ શર્માની જોડીએ ભારતીય દાવને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ પાંચમી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી એરોન હાર્ડીએ જીતેશ શર્મા (24 રન)ને આઉટ કરીને તોડી હતી. મિડલ ઓવરોમાં ટીમ ઈન્ડિયાએ 73 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. 16 ઓવર પછી ટીમનો સ્કોર 115/5 હતો.

ભારતીય ઓપનર પાવરપ્લેમાં પેવેલિયન પરત ફર્યા
ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં 42 રન બનાવીને ટીમે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. આ જોડીએ ધીમે ધીમે શરૂઆત કરી. આવી સ્થિતિમાં જયસ્વાલે કેટલાક મોટા શોટ રમ્યા, પરંતુ વધુ સમય સુધી બેટિંગ કરી શક્યો નહીં. તે 21 રનના અંગત સ્કોર પર જેસન બેહરનડોર્ફનો શિકાર બન્યો, તેની આગલી જ ઓવરમાં બેન દ્વારશુસે ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો.


Related Posts

Load more