ભારતીય ટીમ અફઘાનિસ્તાનને હરાવી શકશે ?, આવો સવાલ કેમ જાણો

By: nationgujarat
19 Jun, 2024

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં પ્રવેશી ચૂકી છે. અહીં તેની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે થશે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે.આ મેદાન ભારતીય ટીમ માટે અત્યાર સુધી ખૂબ જ ખરાબૉ રહ્યું છે. તે આ મેદાન પર અત્યાર સુધી એક પણ T20 મેચ જીતી શક્યું નથી. મતલબ કે જીતનું ખાતું પણ ખૂલ્યું ન હતું. આવી સ્થિતિમાં ટીમ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે.

ભારતીય ટીમે બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર અત્યાર સુધી માત્ર 2 T20 મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને મેચ મે 2010માં રમાઈ હતી. ત્યારથી ટીમે અહીં એકપણ ટી20 મેચ રમી નથી. એટલે કે ભારતીય ટીમ આ મેદાન પર 14 વર્ષ બાદ ટી20 મેચ રમશે.

– ભારતીય ટીમે તેની પ્રથમ ટી20 મેચ ઓસ્ટ્રેલિયા સામે 7 મે 2010ના રોજ બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમી હતી, જેમાં તેને 49 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો.
– આ પછી ભારતીય ટીમે તેની બીજી T20 મેચ 9 મે 2010ના રોજ કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી. આ મેચમાં ભારતીય ટીમનો 14 રને પરાજય થયો હતો. એટલે કે બંને મેચમાં ભારતીય ટીમે પાછળથી બેટિંગ કરી.


Related Posts

Load more