ક્રિકેટમાં એશિયા કપ તેની શરૂઆતના 40 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે અને 16મી આવૃત્તિ બુધવાર, 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. જો કે, આવું માત્ર 6 વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ એક પણ મેચ હાર્યા વિના ટાઈટલ જીતવામાં સફળ રહી હોય. આ ત્રણ વખતમાં આ સિદ્ધિ ભારતીય ટીમના કેપ્ટનના નામે એક વખત પાકિસ્તાનના અને બે વખત શ્રીલંકાના નામે નોંધાઈ છે. આ વિશે જાણો ક્યા કેપ્ટને એક પણ મેચ હાર્યા વિના ભારતને એશિયા કપ જીતાડ્યો છે.
એક પણ મેચ હાર્યા વિના એશિયા કપની ટ્રોફી ઉપાડી ચૂકેલા કેપ્ટનોની વાત કરીએ તો આ યાદીમાં સુનીલ ગાવસ્કરનું નામ સૌથી ઉપર છે. મહાન બેટ્સમેન ગાવસ્કરે 1984માં ભારતને એશિયન ચેમ્પિયન બનાવ્યું હતું. જો કે, તે સમયગાળા દરમિયાન માત્ર ત્રણ મેચ રમાઈ હતી. ભારતે શ્રીલંકા અને પાકિસ્તાન સામેની બંને મેચ જીતી હતી. તે જ સમયે, 1997માં અર્જુન રણતુંગાએ શ્રીલંકાને એક પણ મેચ હાર્યા વિના ખિતાબ જીતવામાં મદદ કરી હતી.
વર્ષ 2000માં પાકિસ્તાનને મોઈન ખાને આ જ રીતે જીત અપાવી હતી જ્યારે વર્ષ 2014માં શ્રીલંકા માટે એન્જેલો મેથ્યુઝે આ કામ કર્યું હતું. તે જ સમયે, એમએસ ધોનીની કપ્તાની હેઠળ, ભારતે એક પણ મેચ હાર્યા વિના 2016 માં એશિયા કપની ટ્રોફી ઉપાડી હતી. તે દરમિયાન આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ હતી, જ્યારે વર્ષ 2018માં રોહિત શર્માની આગેવાનીમાં જીતી હતી ટીમ
સુનિલ ગાવસ્કર (1984)
એર્જૂન રણતુગા (1997)
મોઇન ખાન (2000)
એંજોલ મેથ્યુસ(2014)
એમ.એસ.ધોની (2016)
રોહિત શર્મા (2018)