ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ કરશે જીલ્લાઓનો પ્રવાસ, પ્રવાસની જવાબદારી કોને આપી જાણો

By: Nation Gujarat Team
07 Oct, 2025

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની વરણી કરાયા બાદ હવે સૌકોઈની નજર આગામી સમયમાં રચાનારી તેમની ટીમ પર છે, જોકે પ્રદેશ ભાજપના નવા સંગઠનની રચના થાય એ પહેલાં જગદીશ પંચાલ ગુજરાતનો પ્રવાસ કરશે. આઠ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લા ભાજપના સંગઠનના્ હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. નવનિયુક્ત પ્રદેશ ભાજપ-પ્રમુખ 10મી ઓક્ટોબરે અંબાજી મંદિરે દર્શન કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. પ્રદેશ પ્રમુખના પ્રવાસની જવાબદારી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલ, ધવલ પટેલ અને સંદીપ દેસાઈને સોંપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષના પ્રવાસને જોતાં ભાજપ સંગઠનની જાહેરાત હવે દિવાળી બાદ જ કરવામાં આવે એવી શક્યતા છે.

10મી ઓક્ટોબરે અંબાજી મંદિરે દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રમુખ બન્યા બાદ વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રમુખનો પ્રવાસ થતો હોય છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને સંગઠન અંગેની ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. 8 દિવસ ગુજરાતના જિલ્લાઓ અને શહેરોનો પ્રવાસ કરશે. ઉત્તર ગુજરાતથી ગુજરાત યાત્રાના પ્રવાસની શરૂઆત કરવામાં આવશે. 10 ઓક્ટોબરે અંબાજી મંદિરે દર્શન કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે.

દિવાળી બાદ પ્રદેશ ભાજપના નવા સંગઠનની જાહેરાત થવાની શક્યતા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ 10થી 17 ઓક્ટોબર સુધી પ્રવાસ દરમિયાન શહેર – જિલ્લાના પ્રમુખો અને શહેરના હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે. જગદીશ પંચાલના પ્રવાસ બાદ નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે. જૂના અને નવા તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથેની મુલાકાત કરીને જિલ્લા તેમજ શહેરોમાં સંગઠનમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે અને આંતરિક બાબતોને લઈને પણ તેઓ દ્વારા માહિતી મેળવવામાં આવશે. ગુજરાત પ્રવાસ બાદ ભાજપના નવા સંગઠનનાં સોગઠાં ગોઠવાઈ શકે છે. પ્રદેશ પ્રમુખનો પ્રવાસ ગોઠવવામાં આવતાં નવું સંગઠન દિવાળી બાદ થાય એવી પૂરી સંભાવના જોવા મળી રહી છે.લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે. 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ હતી અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો. આમ, જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા


Related Posts

Load more