ભાજપના પૂર્વ પ્રમુખની હોટેલમાં રાજકિય આગેવાનોની રંગરેલીયા પાર્ટી

By: nationgujarat
09 Sep, 2024

રાજકોટ. તા.09
રાજકીય આગેવાનો માટે તમામ હદ વટાવી વિકૃત આનંદ માણવાની કાયદેસરની છૂટ હોય તેમ અવારનવાર પ્રબુદ્ધ સમાજને ન શોભે તેવી હરકતો કરતાં પકડાઈ છે. ત્યારે દિવની એક રાજકીય અગેવાનની હોટેલમાં શરાબ અને શબાબની મહેફિલમાં ચાલતાં નગ્ન ડાંસમાં પોલીસે દરોડો પાડી મહુવાનો રાજકીય આગેવાન, સરપંચ, પીજીવીસીએલ કર્મચારી, બે રાજકોટના શખ્સ, આઠ મહિલા,એક ટ્રાન્સઝેન્ડર સહિત 19 શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી દારૂ, બિયરની બોટલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત થતી માહિતી મુજબ, દીવમાં આવેલ  હોટલ ’ધ તુલીપ’ માં દીવ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

હોટલના પરિસરમાં ગેરકાયદેસર અને અશ્લીલ ગતિવિધિઓ થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મહુવાના રાજકીય આગેવાનો, સરકારી કર્મચારી, મહિલાઓ સહિત 19 શખ્સોને પકડવામાં આવ્યાં હતાં.દરોડા દરમિયાન ઉશ્કેરણીજનક પોશાકમાં આશરે આઠ મહિલાઓને ચાલુ અશ્લીલ નૃત્ય પ્રદર્શન કરતી ઝડપાઈ હતી. જેમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે, બધા ડીજે મ્યુઝિક સાથે પરફોર્મ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં પુરૂષો સાથે હતા જેઓ અશ્લીલ ડાંસ કરતી મહિલાઓ ઉપર ચલણી નોટો ફેંકી રહ્યા હતા.

દરોડા દરમિયાન, 8 મહિલાઓ, 10 પુરૂષ અને 1 ટ્રાન્સજેન્ડરને સ્થળ પરથી પકડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો, દારૂ, બિયર સહિતનો મુદામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનિય છે કે, પકડાયેલા રાજકીય અગેવાનોમાં મહુવાના કાઉન્સિલર ,પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણાના સાળા કિરણ લિંબા રાઠોડ, જેસરના સરપંચ રાજા ઝાલા, ભાજપના ઉપપ્રમુખ હિંમત ચકુર મકવાણા તેમજ પીજીવીસીએલના કર્મચારી સહિતના શખ્સોને પર રંગરેલીયા કરતા પકડી પાડ્યા હતાં. જેમાં રાજકોટના રણછોડનગરમાં રહેતો મનોજ શામજી કાપડીયા અને રૈયાધારમાં રહેતો ઈરફાન હરીફભાઈ શેખ પણ સામેલ હતો.

પડકાયેલા આરોપીઓ
સિકંદર સલીમભાઈ કુરેશી, (ઉં.વ.29 રબેરી રોડ, દીવ).), મુકેશ અમરસિંગ સોલંકી, (ઉં.વ. 34, રહે માછીવાડા,દીવ), મનોજ શામજી કાપડીયા (ઉં.વ. 44, બેડીપરા રણછોડનગર રાજકોટ), ઈરફાન હરીફભાઈ શેખ, (ઉંમર 41, રહે. રૈયાધાર, રામદેવપીર ચોકડી, શાંતિનગર ગેટ,રાજકોટ), કીરણ લિમ્બા રાઠોડ (ઉં.વ.33, શંતિ નગર મહુવા), અરુણ રેવાશંકર જોષી (ઊં.વ.48, રહે, મહુવા, ભાવનગર) રાજા નાગજી ઝાલા, (ઉં.વ. 51, ભાવનગર) , અકીલ અનીસ હેન નકવી, (ઉં.વ. 44 મહુવા, ભાવનગર)  ભાવેશ અકા પરમાર (ઉં.વ. 34, મહુવા, ભાવનગર) હિંમત ચકર મકવાણા (ઉ.વ.40, મહુવા, ભાવનગર), હિતેશ વલ્લભ આહીર (ઉં.વ. 33, રહે. મહુવા, ભાવનગર) ની ધરપકડ કરી હતી.

 


Related Posts

Load more