ભાજપના એ ઉમેદવારની મિલકત જાણી મગજ ચકરાઈ જશે!

By: nationgujarat
16 Apr, 2024

વિવાદના વંટોળ વચ્ચે રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તમામ અટકળો અને વિવાદો પર પૂર્ણ વિરામ મુકીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભરીને નામાંકન દાખલ કરી દીધું છે. રાજકોટમાં રંગેચંગે રેલી અને સભા કરીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું. રાજકોટમાં રૂપાલાની જંગી રેલીનું આયોજન થયું. જ્યાં પ્રચંડ જનસમર્થન સાથે રૂપાલા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ફોર્મ ભરતા પહેલા પરસોતમ રૂપાલાના મિલકલની વિગતોને લઈને સોગંદનામું કર્યું હતું. હવે તમારા મનમાં સવાલ થશે કે રૂપાલા પાસે કેટલી મિલકત છે? તો આજે અમે તમને વિગતવાર જણાવીશું.

પરશોત્તમ રૂપાલાનું સોગંદનામુ..!
રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે કરેલા સોગંદનામાની વિગતો સામે આવી છે. જે અનુસાર રુપાલા અને તેમના પત્ની પાસે પોણા 6 કરોડની વ્યક્તિ દીઠ જંગમ મિલકત છે. જો કે તેમની કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી.

પોણા 6 કરોડ રુપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત
સોગંદનામામાં પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત દર્શાવવામાં આવી છે, વર્ષ 2022-23 માં પરસોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ છે. આ સિવાય રૂપાલા BSC, BED સુધીનો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું છે. રૂપાલાએ સોગંદનામામાં હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું દર્શાવ્યું છે, કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આજે પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી નોંધાવી છે. રૂપાલાએ મહાદેવના મંદિર ખાતેથી દર્શન કરીને રેલીની શરુઆત કરી હતી અને ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે તેઓ બહુમાળી ભવન ગયા હતા અને ત્યાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનિય છે કે ક્ષત્રિય વિવાદ વચ્ચે સોમવારે રાત્રે સરકાર અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વચ્ચેની બેઠકમાં કોઇ નિર્ણય આવ્યો ન હતો.


Related Posts

Load more