પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્ડિગોની આ ફ્લાઇટ કુવૈતથી દિલ્હી તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક પ્લેનમાં બોમ્બ હોવાનો સંદેશ મળ્યો હતો. પ્લેનમાં કુલ 180 મુસાફરો સવાર હતા, જેમના જીવ જોખમમાં હોવાની આશંકાએ પાયલોટે તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો. સંજોગોની ગંભીરતાને જોતા ફ્લાઇટને નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
હાલની માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થતા પ્લેનમાં સવાર તમામ 180 મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારવામાં આવ્યા છે અને એરપોર્ટ પર કાર્યરત બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને CISFના જવાનોએ તુરંત જ મોરચો સંભાળી લીધો છે. ત્યારે આ વિમાનની હાલ સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી