બિહાર ચૂંટણી 2025: સામે આવ્યા એક્ઝિટ પોલ, બિહારમાં બનશે આ પક્ષની સરકાર

By: nationgujarat
12 Nov, 2025

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેનું મતદાન બે તબક્કામાં પૂર્ણ થયું છે. બિહારમાં રાજકીય વાતાવરણ ઉત્સાહથી ભરેલું છે, મતદારો ચૂંટણી પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલ બહાર આવ્યા છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, અનિર્ણિત મતદારો પર છેલ્લી ઘડીએ પ્રભાવ રોકવા માટે આ અનુમાન અંતિમ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધિત રાખવામાં આવે છે.

એક્ઝિટ પોલ મતદાન પછી સર્વે એજન્સીઓ દ્વારા એકત્રિત કરાયેલા મતદારોના પ્રતિસાદ પર આધારિત હોય છે. તેમનો હેતુ વાસ્તવિક પરિણામો જાહેર થાય તે પહેલાં જાહેર જનતાી લાગણીઓને સચોટ રીતે પ્રતિબિંબિત કરવાનો છે. યાદ રાખો, એક્ઝિટ પોલ સતત ખોટા સાબિત થતા રહ્યાં છે. વાસ્તવિક પરિણામો 14 નવેમ્બરના રોજ મત ગણતરી પછી જ જાણી શકાશે કે બિહારમાં કોની સરકાર બનશે. બિહારમાં મતદાન 06 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં થયું હતું.

એક્સિસ માઈ ઇન્ડિયા, સી-વોટર, ટુડેઝ ચાણક્ય, જન કી બાત અને IPSOS એ એક્ઝિટ પોલ બહાર પાડનાર મુખ્ય મતદાન એજન્સીઓમાં સામેલ છે. આ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ સર્વે કરે છે અને વિવિધ પ્લેટફોર્મ દ્વારા તેમના અનુમાનો શેર કરે છે.

MATRIZE-IANS એક્ઝિટ પોલમા NDA આગળ

MATRIZE-IANS એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો પહેલો એક્ઝિટ પોલ રજૂ કર્યો છે. તે NDA માટે સ્પષ્ટ લીડ દર્શાવે છે. MATRIZE-IANS એક્ઝિટ પોલ NDA ને 147-167 બેઠકો અને મહાગઠબંધનને 70-90 બેઠકો મળવાનું અનુમાન લગાવે છે. એક્ઝિટ પોલ જન સૂરજને 0-2 બેઠકો અને અન્યને 2-8 બેઠકો મળવાનો અંદાજ લગાવે છે.

ચાણક્ય સ્ટ્રેટેજીએ પણ NDAને ફાયદો દર્શાવ્યો છે. ચાણક્ય સ્ટ્રેટેજીએ પણ NDAને 130-138 બેઠકો જીતી શકે છે તેવું અનુમાન દર્શાવ્યું છે, જ્યારે મહાગઠબંધનને 100-108 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળવાની ધારણા છે.

પીપલ્સ પલ્સ અનુસાર NDA આગળ

પોલસ્ટર પીપલ્સ પલ્સે પણ બિહાર વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના અનુમાન જાહેર કર્યા છે. આ અંદાજો અનુસાર, NDAને 133-159 બેઠકો, મહાગઠબંધન 75-101, જન સૂરજ 0-5 અને અન્યને 2-8 બેઠકો મળવાની ધારણા છે.

પીપલ્સ ઇનસાઇટે કર્યો NDAની જીતનો દાવો

પીપલ્સ ઇનસાઇટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માટે પ્રચંડ જીતનો દાવો કર્યો છે. પીપલ્સ ઇનસાઇટના એક્ઝિટ પોલ મુજબ, NDA ને 133-148 બેઠકો, ગ્રાન્ડ એલાયન્સને 87-102, જન સૂરજ પાર્ટીને 0-2 અને અન્યને 3-6 બેઠકો મળવાની ધારણા છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NDAને બિહારમાં લીડ મળતી દર્શાવી છે. તેના એક્ઝિટ પોલ મુજબ NDA ને 243 વિધાનસભા બેઠકોમાંથી 147-167, ગ્રાન્ડ એલાયન્સને 70-90 અને અન્યને 2-6 બેઠકો મળવાની આગાહી છે.

દૈનિક ભાસ્કરે પણ NDAની વાપસી દર્શાવી

દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ મુજબ NDA ફરી એકવાર બિહારમાં સત્તામાં પરત ફરશે. દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ, NDA ને 145-160 બેઠકો, મહાગઠબંધનને 73-91 બેઠકો, જન સૂરજને 0-3 બેઠકો અને અન્યને 5-7 બેઠકો મળી શકે છે.

JVCએ NDAની જીત દર્શાવી

JVC ના એક્ઝિટ પોલમાં NDA ની જીતનું અનુમાન કરવામાં આવ્યું છે અને મહાગઠબંધનને બીજા સ્થાને રાખવામાં આવ્યું છે. પોલસ્ટર JVC ના એક્ઝિટ પોલમાં બિહારમાં NDA ને 135-150 બેઠકો, મહાગઠબંધનને 88-103, જન સૂરજ ને 0-1 અને અન્યને 3-6 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.

P-Marqના એક્ઝિટ પોલમાં NDAને લીડ મળવાનો અંદાજ

P-Marq એ ભાજપ-JDUના નેતૃત્વ હેઠળના NDAને 142-162 બેઠકો મળવાનું અનુમાન કર્યું છે. P-Marqના એક્ઝિટ પોલમાં, NDAને 142-162 બેઠકો, મહાગઠબંધનને 80-98, જન સૂરજ ને 1-4 અને અન્યને 0-3 બેઠકો મળવાની સંભાવના છે.


Related Posts

Load more