બાંગ્લાદેશ ક્રિકેટમાં હડકંપ , 7 ખેલાડી પર પ્રતિબંધ મુકાયો, કારણ જાણી ચોકી જશો

By: Nation Gujarat Team
08 Apr, 2026

Bangladesh Cricket Controversy : બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે ગંભીર સંકટ અને વિવાદોમાં ફસાયું છે. ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે મેચ ફિક્સિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનામાં સાત ખેલાડીઓ પર પ્રતિબંધ ઝિંકાયો છે. આ ઉપરાંત સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BBC)ના અધ્યક્ષને પણ પદ પરથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.

7 ખેલાડી જાણીજોઈને આઉટ થયા, પ્રતિબંધ

સીજેકેએસ (CJKS) ટેલેન્ટ કપ 2026 દરમિયાન શંકાસ્પદ રીતે આઉટ થવા બદલ તપાસ બાદ બાંગ્લાદેશના સાત ખેલાડીઓને મેચ ફિક્સિંગના દોષિત ઠેરવી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં સાકિબ હુસૈન, ઓબેદુલ આલમ, ઓમર ફારુક, તિન ધાર, માહિર અનવર, મોહમ્મદ ઈકબાલ અને નજમુલ ઈસ્લામનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ કોચ અમીનુલ હક પર પણ શિસ્તભંગની કાર્યવાહી કરીને તમામ ક્રિકેટ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને નોઆખલી એક્સપ્રેસ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા લોકોની પણ ફિક્સિંગમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

વિવાદ વચ્ચે BCB અધ્યક્ષની હકાલપટ્ટી

બાંગ્લાદેશ ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે સરકારે મોટો નિર્ણય લેતા BCBના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલને પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે પૂર્વ દિગ્ગજ ખેલાડી તમીમ ઈકબાલને બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અમીનુલના કાર્યકાળ દરમિયાન ભારત ખાતે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ન મોકલવાના વિવાદાસ્પદ નિર્ણય અને ફિક્સિંગના મામલાઓને જોતા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.


Related Posts

Load more