ડ્રાઇવર, કંડક્ટર માટે એસી રેસ્ટ રૂમ
સામાન્ય રીતે એસટી ડેપોમાં ડ્રાઇવર અને કંડક્ટરો માટેના રેસ્ટરૂમ જર્જરિત હાલતમાં જોવા મળે છે, પરંતુ હવે લાંબી અને થકવી નાખતી ટ્રીપ પછી એસટી સ્ટાફના આરામ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટે રૂમ અને જમવા માટે વિશિષ્ટ રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.