ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા તેની મજાકીયા સ્ટાઇલ માટે જાણીતો છે. તે ફની સ્ટાઇલમાં જવાબ આપે છે. આવું જ કંઈક સોમવારે જોવા મળ્યું જ્યારે તેણે ભારતની એશિયા કપ 2023ની ટીમની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રોહિત સાથે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર હતો. બંનેએ અનેક સવાલોના જવાબો આપ્યા. તે જ સમયે, રોહિતે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરને લઈને એક મજાક વાળુ નિવેદન આપ્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેણે કહ્યું કે અમે બેટિંગ ઓર્ડરમાં ફ્લેક્સિબિલિટીના નામે ગાંડપણ નથી કરતા.
‘હિટમેન’ના નામથી પ્રખ્યાત રોહિતે કહ્યું કે બેટિંગ ઓર્ડર ફેલેક્સીબલ હોવો જોઈએ પરંતુ તેનો અર્થ એ નથી કે હાર્દિક પંડ્યા સાથે ઓપનિંગ કરાવીએ. રોહિતે કહ્યું, “જ્યારે મેં આ વિશે (બેટિંગ ક્રમમાં સુગમતા) વિશે વાત કરી તો તેનો અર્થ એ નથી કે અમે હાર્દિકને ઓપનીગમાં મોકલી દઈશું અને ઓપનરને સાતમાં નંબર પર મોકલીશું. અમે આવી ગાંડપણ નથી કરતા. જે ખેલાડીઓ 4, 5 અને 6 પર આવે છે તેઓ ફેક્સીબલ હોવા જોઈએ. જો તમે છેલ્લા 4-5 વર્ષમાં જુઓ તો ઓપનર અને નંબર 3 સ્થિર રહ્યા છે.
પ્રસો કોન્ફરન્સમાં કોઇ પત્રકારે બેટીંગ ઓડર અંગે સવાલ કરતા રોહીતે તેની મજાકીય સ્ટાઇલમાં જવાબ આપ્યો છે. એ વાતમાં પણ દમ છે કે ભારતનો બેટીંગ ઓડર પહેલા જેવો વિશ્વસનીય અને મડબૂત નથી ફેક્સિબલની ભલે વાતો થાય પણ બેંટીગ ઓડર ખરા સમયે સારુ પ્રદર્શન નથી કરતું તે ભૂતકાળની મેચોમાં જોયેલુ છે. જે સ્ટાઇલમાં રોહિત જવાબ આપે છે તે સ્ટાઇલમાં ટીમના સભ્યો પાસેથી કામ પણ કરાવે તો કદાટ કરોડો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ નહી થાય .