પોલીસ પરિવારો માટે ખુશખબર! ₹16,967 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી

By: Nation Gujarat Team
11 Mar, 2026

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં ગૃહ અને ન્યાય વિભાગ માટે ₹16,967 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ માટે નવા ૨-BHK આવાસો અને પોક્સો ગુનાઓમાં ઝડપી તપાસ દ્વારા દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર જવાબ આપતા રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષના પાયાવિહોણા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની ઈમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહી શકે છે.

આ અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે ₹14,265 કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે ₹2,702 કરોડ મળી કુલ ₹16,967 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી ગુજરાતના નાગરિકોના નિર્ભય જીવન અને મહિલાઓના સન્માનનો જીવંત દસ્તાવેજ છે. સંઘવીએ ઉમેર્યું કે, “ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે.” ભૂપેન્દ્ર પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છે: ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય

‘BHARAT’ (B.H.A.R.A.T.) વિઝન અંતર્ગત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને છ મુખ્ય સ્તંભો દ્વારા વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવામાં આવી રહી છે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ વ્યૂહરચના હેઠળ Border, Coastal & Cyber Securityને પ્રાધાન્ય આપી પાકિસ્તાન સાથેની 512 કિમીની આંતરરાષ્ટ્રીય સીમા અને 2300 કિમી લાંબા દરિયાકિનારે અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે.

સંઘવીએ કહ્યું કે, High-Tech Infrastructure & Human Resources અંતર્ગત પોલીસ પરિવારો માટે નવા આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, Action Against Terror, Drugs & Mafia હેઠળ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે

 રહ્યું છે.

પોલીસ પરિવારો માટે 20,400થી વધુ નવા આવાસોને મંજૂરી
દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એકસાથે 20,400થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1-BHK મકાનોના નિયમને બદલીને હવે સુવિધાયુક્ત 2-BHKના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં પોલીસ પરિવારોને 45,000થી વધુ આવાસો સોંપી દેવાયા છે. હાલ રૂ. 2,604 કરોડના ખર્ચે નવા 8,104 આવાસો તૈયાર થઈ રહ્યા છે

આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ
ગુજરાત પોલીસે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2023 થી 2026 સુધીમાં ગુજરાત એટીએસ (ATS)એ દેશવિરોધી ષડયંત્રોનો પર્દાફાશ કરી કુલ 29 જેટલા કટ્ટરપંથીઓ અને આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં અલ-કાયદાનું ફંડિંગ નેટવર્ક, પોરબંદર-સુરતનું ISKP મોડ્યુલ અને શ્રીલંકન આતંકીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને, અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનાર આતંકીને હરિયાણાથી જીવતા ગ્રેનેડ સાથે પકડી પાડી ગુજરાત પોલીસે પોતાની એલર્ટનેસ સાબિત કરી છે. આ જ ATS દ્વારા જાન્યુઆરી-2026 માં જૈશ-એ-મોહમ્મદની વિચારધારા ધરાવતા શખ્સની ધરપકડ કરી ટાર્ગેટેડ કિલિંગનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.

2,246 કરોડની સરકારી જમીન મુક્ત
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ શાંત અને સુરક્ષિત રાજ્યમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે. રાજ્યમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર તો ફરશે જ. રાજ્યના માત્ર 6 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, કચ્છ, સોમનાથ, જામનગર, જુનાગઢ અને દાહોદમાં જાન્યુઆરી-2026 સુધીમાં 7,902 ગેરકાયદે સાઇટ્સ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

આ કામગીરી દ્વારા 1,807 હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની બજાર કિંમત ₹2,246.55 કરોડ થાય છે. કચ્છમાં સૌથી વધુ ₹1,355 કરોડની જમીન અને ગીરસોમનાથમાં 3,010 સાઇટ્સ પર ડિમોલિશન કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરાઈ છે. તે ઉપરાંત અમદાવાદનું ચંડોળા હોય કે રાજકોટનું જંગલેશ્વર ગેરકાયદેસર પચાવી પાડેલી આ જમીનો ઉપરના વિસ્તારો ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિના અડ્ડા બની ચૂક્યા હતા. હવે આ કીમતી જમીનો ખાલી થતા ત્યાં નાગરિકોને ઉપયોગી સુવિધાઓ અને શહેરી વિકાસના મોટા પ્રોજેક્ટ લોકોને મળશે


Related Posts

Load more