પેશાબને વધારે સમય રોકવાની આદત હોય તો ચેતી જજો, શરીરના સંકેતોને નજરઅંદાજ ન કરવા જોઈએ
By: Nation Gujarat Team
07 Mar, 2026
આજની ભાગદોડ વાળી જિંદગીમાં આપણે બધા પ્રત્યે વધારે ધ્યાન આપીએ છીએ અને શરીરને ઓછું મહત્વ આપીએ છીએ. ઘણી વખત તો કામમાં લોકો એટલા વ્યસ્ત થઈ જાય છે કે પેશાબને રોકી રાખવાની આદત રાખતા હોય છે. લોકો આને સામાન્ય બાબત માનીને નજરઅંદાજ કરે છે. જોકે આ આદત શરીર માટે યોગ્ય માનવામાં નથી આવતી. પેશાબ દ્વારા શરીરમાં રહેલા ટોક્સિક પદાર્થો બહાર નીકળી જતા હોય છે. જેથી આ પ્રક્રિયાને સંતુલિત રાખવી જરૂરી છે
જ્યારે કોઈ વ્યક્તિ વધારે સમય સુધી પેશાબને રોકીને રાખે તો તેની અસર શરીરની પ્રાકૃતિક પ્રક્રિયા ઉપર પણ પડતી હોય છે. ઘણા લોકો આ વાતને નાની માને છે. પરંતુ પેશાબને રોકીને રાખવાથી ધીરે ધીરે તેની અસર સ્વાસ્થ્ય પર પડવા લાગે છે. શરીરના સંકેતોને નજરઅંદાજ ન કરવા જોઈએ. સમય પર વોશરૂમ કરી લેવાથી શરીરના સામાન્ય કાર્યો સંતુલિત રહે છે.
પેશાબને વધારે સમય સુધી રોકીને રાખવાથી શરીરને શું નુકસાન થાય છે તે જાણવું જરૂરી છે જેથી ભવિષ્યમાં થનારી સમસ્યાઓથી બચી શકાય. લાંબા સમય સુધી પેશાબને રોકી રાખવાથી શરીર પર ગંભીર અસર થતી હોય છે. જ્યારે બ્લેડરમાં પેશાબ વધારે સમય સુધી જમા થયેલો રહે તો દબાણ વધી જાય છે જેના કારણે બ્લેડરની માંસપેશીઓ પર તેની અસર પડતી હોય છે.
ઘણા કેસમાં આ આદત પેશાબ સાથે જોડાયેલા સંક્રમણ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના જોખમને વધારો આપી શકે છે. લાંબા સમય સુધી પેશાબને રોકી રાખવાથી બેક્ટેરિયા વધવાની સંભાવના વધી જાય છે. આ સિવાય વારંવાર આવું કરવાથી બ્લેડર ઠીક રીતે ખાલી થવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. જેના કારણે અમુક લોકોને પેટના નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે.
આ આદત લાંબા સમય સુધી રહે તો કિડની સાથે જોડાયેલી સમસ્યાઓનું જોખમ વધી જાય છે. જેથી શરીરને સંકેત મળ્યા બાદ પેશાબને વધારે સમય સુધી રોકીને રાખવો યોગ્ય નથી માનવામાં આવતો. ક્યારેક એવી સ્થિતિ હોય કે વોશરૂમ તરત જવું સંભવ નથી બનતું જેથી પેશાબને રોકીને રાખવો પડે છે. આવામાં શરીરને આરામ આપવાનો પ્રયાસ કરો અને વધારે દબાણ ન આપો સાથે જ શક્ય બને તો શાંત રહેવાનો પ્રયાસ કરો. આવા સમયે ચાલવા-ફરવાથી મૂત્રાશય પર દબાણ વધી જાય છે. કોઈ અન્ય જગ્યાએ ધ્યાન આપો જેથી તકલીફ ઓછી થશે.
પેશાબ લાગી હોય અને વોશરૂમમાં જવાનું સંભવ ન હોય તેવા સમયે પાણી કે પછી પીવાની કોઈ પણ વસ્તુ લેવાનું ટાળો જેથી પેશાબ પર દબાણ ન વધે. જોકે આ માત્ર સ્થિતિ યોગ્ય ન હોય ત્યારે કરવું યોગ્ય છે. બાકી પેશાબ લાગે ત્યારે વોશરૂમમાં જઈને બ્લેડર ખાલી કરવું યોગ્ય રહે છે. જેથી શરીર પર કોઈ પણ પ્રકારનો દબાણ ન પડે.
એક્સપર્ટ ડોક્ટરોનું કહેવું છે કે પેશાબને લાંબા સમય સુધી રોકીને રાખવો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. શરીરમાં પેશાબનો સંકેત મળે તો તેને લાંબા સમય સુધી રોકીને રાખવો યોગ્ય નથી. સમય આવતા વોશરૂમ જવું બ્લેડર અને કિડની બંને માટે જરૂરી છે. વારંવાર પેશાબ રોકવાથી સંક્રમણ અને અન્ય સમસ્યાઓનો ખતરો વધી જાય છે. જેથી રોજિંદી દિનચર્યામાં આવી આદત ન રાખવી જોઈએ, જો કોઈ વ્યક્તિને વારંવાર પેશાબ આવવાની સમસ્યા હોય, દુખાવો કે બળતરા થતા હોય તો તેણે પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. nationgujarat.com આની કોઈ પુષ્ટિ કરતું નથી