BJP Supports Ranchi Student Protest Over Paper Leak: ઝારખંડમાં છેલ્લા ઘણા દિવસથી પેપર લીક તથા પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે હજારો વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ કોઈ એક વ્યક્તિના રાજીનામાં સાથે નહીં પણ સમગ્ર સિસ્ટમના ધરમૂળથી ફેરફાર તથા સીબીઆઈ તપાસની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે જંતર-મંતરમાં થયેલા આંદોલનમાં મચક ન આપનારી ભારતીય જનતા પાર્ટી આ આંદોલનને ટેકો આપી રહી છે.
રાંચીના વિદ્યાર્થી આંદોલનને ભાજપનો ટેકો
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શરૂઆતથી જ રાંચીના આંદોલનને ટેકો આપી રહી છે. આજે પણ ભાજપના નેતાઓ ધરણાં પર બેઠા હતા. જેમની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આજે જ ધરણાં પર બેઠા હતા. ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિત અનેક વરિષ્ઠ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. રાંચીના SPએ પોલીસ જવાનોને ધીરજ રાખવા પણ હાંકલ કરી છે.
પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે ભાજપ: સત્તા પક્ષનો આરોપ
ઝારખંડના CM હેમંત સોરેનની સરકારના મંત્રી યોગેન્દ્ર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીઓના આંદોલનમાં ભારતીય જનતા પાર્ટી પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓના આંદોલનને હાઈજેક કરવા માંગે છે.
ઝારખંડના અન્ય એક મંત્રી સુદિવ્ય સોનુએ કહ્યું છે કે, સરકારે હાઈ લેવલ સમિતિ બનાવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહી છે. તેમની મોટા ભાગની માંગ સ્વીકારી લેવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ કહ્યું છે કે, મુખ્યમંત્રી સોરેને સ્પષ્ટ કરવું જોઈએ છે કે તેઓ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગે છે કે નહીં. વિદ્યાર્થીઓની માંગ છે કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ તો તેમાં વાંધો શું છે? મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના કહેવામાં આવી ગયા છે.
વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ શું છે?