આજે ગુજરાતમાં રાજકારણનો મહાજંગ છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવનાર છે. ત્યારે તેની સેમીફાઈનલ ગણવામાં આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થશે. આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે.
અમદાવાદના વાસણા વોર્ડની જી.બી. શાહ કોલેજમાં બૂથ નંબર 43 પર મતદાન દરમિયાન ટેકનિકલ પ્રશ્ન સર્જાયો હતો. મતદાન મશીન (BU) માં એક બટન દબાવવામાં હાર્ડ હોવાની ફરિયાદ સામે આવી હતી. બટન દબાવ્યા બાદ લાલ લાઈટ થતી હોવા છતાં સાવચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરાઈ. આ મામલે માસ્ટર ટ્રેનર દ્વારા રૂબરૂ સ્થળ પર પહોંચીને મશીનનું પર્સનલી વેરિફિકેશન કરવામાં આવ્યું. ટ્રેનરની તપાસમાં મશીન વર્કિંગ કન્ડિશનમાં હોવાનું અને મતદાન યોગ્ય થતું હોવાનું જાણવા મળ્યું. તેમ છતાં મતદારોની સુવિધા અને સંતોષ માટે વહીવટી તંત્ર દ્વારા BU મશીન બદલવામાં આવ્યું. નવું મશીન કાર્યરત કરીને તે બૂથ પર મતદાન પ્રક્રિયા ફરીથી સરળતાથી શરૂ કરવામાં આવી.