પાટણના વિકાસ માટે એકજુટ, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સદસ્યો એક મંચ પર

By: Nation Gujarat Team
29 May, 2026

Patan News: ઐતિહાસિક નગરી પાટણ (Patan) માં આજે રાજકારણથી પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. પાટણ નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોના સન્માન માટે આયોજિત સમારોહમાં ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને અપક્ષના તમામ સદસ્યો એક જ મંચ પર જોવા મળ્યા હતા, જેણે શહેરમાં રાજકીય અને સામાજિક સમન્વયનો સંદેશ ફેલાવ્યો છે.

પાટણ (Patan) માં રાજકીય એકતાનો અનોખો નજારો

આ ભવ્ય સન્માન સમારોહનું સંયુક્ત આયોજન જગન્નાથ મંદિર ટ્રસ્ટ, બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ (Chandrikaben Raval), ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ (Utkarsh Patel) અને કારોબારી ચેરમેન નીલમ પટેલ (Neelam Patel) નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ચૂંટાયેલા સદસ્યોને પુસ્તક અને ખેસ અર્પણ કરાયા

કાર્યક્રમની વિશેષતા એ રહી કે, તમામ ચૂંટાયેલા સદસ્યોને ‘સનાતન સંસ્કૃતિના પ્રતીકો’ પુસ્તક અને ખેશ અર્પણ કરીને અનોખી રીતે અભિવાદન કરવામાં આવ્યું હતું. મંચ પરથી તમામ સદસ્યોએ પક્ષના ભેદભાવ ભૂલીને પાટણના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક લોકસેવાનો સંકલ્પ લીધો હતો.


Related Posts

Load more