નીરસ મતદાનથી ભાજપ કે કોંગ્રેસ કોને લાભ?

By: nationgujarat
08 May, 2024

Lok Sabha Election 2024: ગુજરાતમાં ગઇકાલે લોકશાહીના મહાપર્વઉજવણી કરવામાં આવી એટલે કે રાજ્યની 25 બેઠકો પર મતદાન થયું, આ સિવાય એક સુરત બેઠક જે બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. હવે ગઇકાલે થયેલા મતદાનના આંકડા વિશે વાત કરવામાં આવે તો 25 બેઠકો પર સરેરાશ મતદાન 59.51 થયું છે. જો આપણે પાછળના વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો 2019 માં 64.11 ટકા મતદાન થયું હતું, એટલા માટે એવું કહી શકાય કે આ વર્ષે જનતા ક્યાંકને ક્યાંક નિરાશ દેખાઈ છે તેના કારણે એવું માની શકાય કે આ ટકાવારીના આંકડા ઓછા દેખાય રહ્યા છે.

 

નીરસ મતદાન પાછળનું કારણ શું?

1. ક્ષત્રિય સમાજનો વિરોધ

 

ત્યારે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે નીરસ મતદાન પાછળનું કારણ શું હોય શકે છે? તો આ વખતે સૌ પ્રથમ તો એક ખૂબ જ મોટો રાજકીય મુદ્દો બન્યો હતો ક્ષત્રિય vs રૂપાલાનો, જેમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક ક્ષત્રિય વિરોધી નિવેદનથી સમાજમાં રોષની ભાવના જોવા મળી હતી અને તેમણે ભાજપ પાર્ટીને ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી પરંતુ ટિકિટ રદ્દ ન કરતાં ક્ષત્રિય સમાજે વિરોધના ભાગરૂપે ભાજપને મત ન કરવાની અપીલ કરી હતી અને સંકલન સમિતિએ પણ મહાસંમેલન અને ધર્મરથ નીકળી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. તો આ મુદ્દો પણ મતદાન ઓછું થવા માટેનું એક સમીકરણ માનવામાં આવી રહ્યું છે.

2. ગરમીનો પ્રકોપ

હવામન વિભાગની આગાહી અનુસાર, ગઇકાલે 7 મે ના રોજ મતદાનના દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર રહેવાનો હતો અને તે આગાહી અનુસાર કાલે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો, તો નીરસ મતદાન થવા પાછળ આપણ એક મુખ્ય કારણ માંનવામાં આવે છે કે ભારે ગરમીના કારણે લોકોએ ઘરની બહાર આવીને મતદાન દેવાનું ટાળ્યું હશે.

 


Related Posts

Load more