અરબ સાગર પર ડિપ્રેશન સક્રિય થયું છે. ડિપ્રેશનના પ્રભાવથી આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે ગુજરાત રિજયનના સાગરકાંઠાના વિસ્તોરમાં ભારે વરસાદ પડી શકે છે. તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારો માટે વરસાદની યલો અલર્ટ છે. ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અરબસાગરમાં સક્રિય ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદ યથાવત છે. તેથી હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી રહેશે. જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, હજી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતમાં, મહેસાણાના, પંચમહાલના કેટલાક ભાગોમાં હજુ 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે. 2 નવેમ્બર બાદ 5 નવેમ્બર સુધી હવામાનમાં ફેરફાર રહેશે. 7 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ રહેશે. જે રવિ પાકો માટે સારું રહેશે.
આગાહીકારે કહ્યું કે, 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે. ડિસેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે. બંગાળના ઉપસાગરની ફેક્ટરી હજુ પણ ચક્રવાતો બનાવતી રહેશે. 15 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે.