નવસારીના ગણદેવામાં કરુણ ઘટના, ટેમ્પો વીજ વાયરને અડી જતાં કરંટ લાગવાથી 3ના મોત

By: Nation Gujarat Team
31 Jul, 2026

Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક એક દુર્ઘટના સામે આવી છે. રસ્તા પર પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે હાઈટેન્શન વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને ભારે વીજકરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે 3 મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

વીજકરંટ લાગવાના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા 2 મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખારેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે વધુ એક મજૂરની હાલત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સુવિધાસભર સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે.

ઘટના અંગેની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા અને પીડિત પરિવારોને મળવા ગણદેવા જવા રવાના થયા હતા.

કયા તાલુકામાં વધારે વરસાદ?

  • સાંતલપુર (પાટણ) – 12.25 ઈંચ
  • રાધનપુર (પાટણ) – 9.50 ઈંચ
  • ભાભર (વાવ થરાદ) – 7.15 ઈંચ
  • દાંતીવાડા (બનાસકાંઠા) – 7.00 ઈંચ
  • દિયોદર (વાવ-થરાદ) – 6.75 ઈંચ
  • મહેમદાવાદ (ખેડા) – 6.70 ઈંચ
  • થાનગઢ (સુરેન્દ્રનગર) – 6.50 ઈંચ
  • વાંકાનેર (મોરબી) – 6.50 ઈંચ
  • નડિયાદ (ખેડા) – 5.50 ઈંચ
  • ધનસુરા (અરવલ્લી) – 4.50 ઈંચ
  • ખેરાલુ (મહેસાણા) – 4.50 ઈંચ
  • હડાદ (બનાસકાંઠા) – 4.50 ઈંચ
  • આગથળા (બનાસકાંઠા) – 4.50 ઈંચ
  • દહેગામ (ગાંધીનગર) – 4.25 ઈંચ
  • વિરપુર (મહીસાગર) – 4.00 ઈંચ

Related Posts

Load more