નવરાત્રિ પહેલા મોટી આગાહી : વાવાઝોડું પાકિસ્તાનમાં નબળું પડ્યું, પણ ગુજરાતમાં વરસાદની રાઉન્ડ ફરી આવશે

By: nationgujarat
11 Sep, 2025

ગુજરાતમાં ચોમાસુ લાંબા સમય સુધી સક્રિય રહેવાની શક્યતા છે, જેનું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ છે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમોને કારણે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા છે.ખાસ કરીને 21 થી 24 સપ્ટેમ્બર દરમિયાન હળવો થી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. જોકે, વરસાદ વિશે સ્પષ્ટ અને વિગતવાર માહિતી 19 થી 20 સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરી શકાય છે.

અંબલાલ પટેલે નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં મોટો વરસાદ થવાની આગાહી કરી છે. તેમના મતે, નવરાત્રિના પહેલા ત્રણ દિવસમાં ગરમી અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 6 નવેમ્બરથી દશેરા સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દિવાળી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે

ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે.


Related Posts

Load more