દિલ્હીમાં ભાજપની સરકારે વિઘાનસભામાં 103700 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં સરકારે શિક્ષા,સ્વાસ્થ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણ ને વઘારે મહત્વ આપવામાં આવ્યું છે. બજેટમાં પહેલી વાર એમસીડીને 11666 કરોડ અને દિલ્હી જલ બોર્ડને 9000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વિદ્યાર્થીઓને સાયકલ, તેજસ્વી વિદ્યાર્થીઓને લેપટોપ અને રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવામાં મોટું ફંડ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીના લોકની પ્રતિ વ્યક્તિ આવક ના મામલામાં દેશમાં ત્રીજા સ્થાને પહોચ્યુ છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને સાયકલ, 10ના તેજસ્વી વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે. 8777 વર્ગોમાં સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવશે. સ્માર્ટ વર્ગ પ્રોજેક્ટ હેઠળ 150 કરોડ રૂપિયાનું ફંડની જોગવાઇ કરવામાં આવી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓના સ્કીલ અને સ્ટ્રેન્થને વધુ મજબૂત કરવા વડાપ્રધાન ના 4 એસ – સ્પીડ, સ્કેલ,સ્ટ્રેન્થ,સ્કેલ ને વધુ ભાર મળશે.
બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત મળે તે માટે પીડબ્લ્યુડી વિભાગને 5921 કરોડ રૂપિયા આપવામાં આવશે. રસ્તાઓને ડસ્ટ ફ્રી અને નેટવર્ક સુધારવા માટે 1392 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.