દિવાળી પહેલા સરકારે આપી ભેટ, આ કર્મચારીઓના પગારમાં કરવામાં આવ્યો વધારો

By: nationgujarat
16 Oct, 2024

ગાંધીનગરઃ દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.

હવે મળશે 25 હજાર પગાર
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.

કરાર આધારિત ભરતી પણ કરાશે
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી.એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.


Related Posts

Load more