દિલ્હીમાં બ્લાસ્ટને પગલે લાલ કિલ્લો બંધ, ઘટના પહેલાના CCTV સામે આવ્યા, ઈઝરાયલથી આવ્યું નિવેદન

By: nationgujarat
11 Nov, 2025

Car Blast In Delhi’s Red Fort : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે. ઘટનામાં આઠ લોકોના મોત અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બીજીતરફ I-20 કાર માલિકીની અટકાયત કરવામાં આવી છે

દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર ઈઝરાયલનું નિવેદન 

ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયૂવેન અઝારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાથી મારું હૃદય ભાંગી પડ્યું છે. દિલ્હીના માર્ગો પર જે જયું તેનાથી હચમચી ગયા છીએ. આશા છે કે ઘાયલો જલદી રિકવર થશે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના. સુરક્ષાદળ અને બચાવ ટીમે સારું કામ કર્યું.

હુમલામાં વપરાયેલી કારના ચાલકના DNA ટેસ્ટ કરાવાશે 

 

દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારમાં સવાર યુવક ફરીદાબાદનો ડૉક્ટર ઉમર મોહમ્મદ હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ વાતની પુષ્ટી કરવા માટે કાર ચાલકના DNA ટેસ્ટ કરાવવામાં આવશે.

દિલ્હી વિસ્ફોટ મામલે મોહમ્મદ ઉમર સાથે સંકળાયેલા 12 લોકોની અટકાયત 

દિલ્હી વિસ્ફોટ મામલે શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ અને માતા સહિત કુલ 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.

દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાને પગલે લાલ કિલ્લો 3 દિવસ માટે બંધ 

સુરક્ષાના કારણોસર આજે ડીએમઆરસી દ્વારા લાલ કિલ્લા નજીકના મેટ્રો સ્ટેશનને પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત આજ પૂરતી છે અને અન્ય મેટ્રો સ્ટેશન રાબેતા મુજબ ચાલુ રહેશે.

પહાડગંજ અને દરિયાગંજમાં હોટલોમાં પોલીસે દરોડા પાડ્યા, ચારની અટકાયત

 

દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આખી રાત દિલ્હી પોલીસે પહાડગંજ, દરિયાગંજ અને આસપાસના વિસ્તારોમાં હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસ ટીમોએ હોટલના રજિસ્ટર તપાસ્યા. સર્ચ દરમિયાન ચાર શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.

સલમાન કારનો સાચો માલિક નહીં! 

 

દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તે કારનું રજિસ્ટ્રેશન સલમાનના નામે હોવાનું કહેવાય છે. તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જોકે તેણે ખુલાસો કર્યો છે કે આ કાર તેણે દેવેન્દ્ર નામની વ્યક્તિને વેચી દીધી હતી. તે હરિયાણાનો જ રહેવાશી હતો. હવે પોલીસ આ દેવેન્દ્રને શોધી રહી છે. એવું કહેવાય છે કે દેવેન્દ્રએ આ કાર અંબાલામાં કોઈને આગળ વેચી દીધી હતી.

બદરપુર બોર્ડથી દિલ્હીમાં એન્ટર થઇ હતી હુમલામાં વપરાયેલી કાર 

દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી i20 કાર અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. આ કાર દિલ્હી અને હરિયાણાને જોડતી બદરપુર બોર્ડર દ્વારા દિલ્હીમાં પ્રવેશી હતી. પોલીસ કારનું CCTV મેપિંગ કરી રહી છે.

 


Related Posts

Load more