દિલ્હીના કનોટ પ્લેસમાં RAF જવાનને ભીડે દોડાવી દોડાવીને માર્યો, પોલીસે અત્યાર સુધીમાં 10 FIR નોંધી

By: Nation Gujarat Team
22 Jul, 2026

દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંથી એક કનોટ પ્લેસ અને જંતર મંતર પાસે થયેલા હોબાળામાં મંગળવાર સાંજે સીજેપી પ્રોટેસ્ટના નામે પહોંચેલા પ્રદર્શનકારીઓએ ભારે બબાલ કરી. આ દરમિયાન ભીડે RAFના એક જવાનને ઘેરી લીધો અને તેની સાથે નિર્દયતાથી મારપીટ કરી. મામલો એટલો વધી ગયો કે જવાનનો જીવ જોખમમાં મૂકાયો હતો. રાહતના સમાચાર એ હતા  કે ત્યાં હાજર બીજા RAF જવાનોએ પોતાની સૂજબૂજથી સાથીને ભીડની ચુંગલમાંથી બહાર કાઢ્યો હતો. હવે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે કડક વલણ અપનાવતા એફઆઈઆર નોંધી છે.


Related Posts

Load more