કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના રેસર દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. મહારાષ્ટ્રના નાસિકના દિલીપ ગાવિતે ગ્લાસગોમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સના સાતમા દિવસે મેન્સ T47100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે કેરળના મોહમ્મદ બાસિલ મોર્સિંગનાકથને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ગાવિતે છેલ્લી 30 મીટરમાં જબરદસ્ત પ્રદર્શન કરીને 10.71 સેકન્ડનો સમય લીધો અને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો. આ અગાઉ લોંગ જંપમાં કેરળ માટે મુરલી શ્રીશંકરે લોંગ જંપમાં સતત બીજીવાર સિલ્વર મેડલ જીતીને પોતાનો દમ દેખાડ્યો.
મોહમ્મદ બાસિલનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું. તેમણે 10.83 સેકન્ડનો સમય લીધો અને સિલ્વર મેડલ જીત્યો તથા ઈંગ્લેન્ડના કેવિન સેન્ટોસને પાછળ છોડ્યા. જેમણે બ્રોન્ઝથી સંતોષ કરવો પડ્યો. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતે પેરા એથલેટિક્સમાં સ્પ્રિન્ટ ઈવેન્ટમાં પોડિયમ પર ઐતિહાસિક વન-ટુ ફિનિશ કર્યું અને ગ્લાસગોમાં દેશના મેડલ ટેલીમાં બીજા બે મેડલ જોડ્યા.
મેન્સ લોંગ જંપમાં સિલ્વર મેડલ
આ અગાઉ લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જંપમાં સિલ્વર મેડલ જીતીને દિવસની શરૂઆત કરી હતી. શ્રીશંકર, જેમણે બર્મિઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે 8.09 મીટરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેઓ જમૈકાના તાજે ગેલથી પાછળ રહી ગયા. જેમણે 8.15 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. સ્કોટલેન્ડના સ્ટીફન મેકેન્ઝીએ 8.08 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે એક અન્ય ભારતીય લોકેશે પોતાના કોમનવેલ્થ ગેમ્સના ડેબ્યુમાં 7.97 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયાસ સાથે પાંચમા સ્થાને રહ્યા.
આ સિલ્વર મેડલ જીતતા શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતનારા પહેલા ભારતીય મેન્સ લોંગ જંપર બની ગયા. ગાવિતે ગોલ્ડ, બાસિલ સિલ્વર અને શ્રીશંકરના સિલ્વર મેડલ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026ના સાતમા દિવસે ત્રણ મેડલ જોડ્યા. જેનાથી દેશના કુલ મેડલ ટેલી 15 થઈ ગયા. જેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ. ભારતને ગોલ્ડ મેડલ વેઈટલિફ્ટિંગ મીરાબાઈ ચાનુ, મહિલાઓની F57 શોટપુટમાં શર્મિલા ધનખડ અને હવે મેન્સ T47 100 મીટર દોડમાં ગાવિત તરફથી આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે.