EVM Capturing: કેટલીક ફરિયાદોને બાદ કરતા ગુજરાતમાં મંગળવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. જો કે, આ બધાની વચ્ચે દાહોદમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, દાહોદમાં ગઈકાલે બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
દાહોદમાં બુથ કેપ્ચરીંગ કેસમાં અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બુથ કેપ્ચરીંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે. વિજય ભાભોરની સાથે અન્ય એકની પણ ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. બુથ અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે.
કર્મચારી, પ્રિસાઈડિંગ ઓફિસરની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કે, બુથ કેપ્ચરીંગ અંગે અન્ય કોઈ ફરિયાદ ન મળી હોવાની માહિતી સામે આવી છે. બુથ કેપ્ચરીંગ અંગે એબીપી અસ્મિતા પાસે મોટી જાણકારી આવી છે. પરથમપુર પ્રાથમિક શાળામાં કોણ અધિકારી તે અંગે મોટો ખુલાસો થયો છે. પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે કાનાભાઈ રોહીત ફરજમાં હોવાનો ખુલાસો થયો છે. આસિ. પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે ભૂપતસિંહ પરમાર ફરજમાં હોવાનો ખુલાસો થયો છે. પોલિંગ ઑફિસર તરીકે યોગેશ સોલ્યા મેલ હોવાનો ખુલાસો થયો છે. ફિમેલ પોલિંગ ઑફિસર તરીકે મયુરિકાબેન પટેલ હોવાનો ખુલાસો થયો છે.
દાહોદ લોકસભા બેઠકમાં થયેલા બુથ કેપ્ચરિંગ અંગે સ્ટાફને કારણદર્શક નોટિસ
“ઇવીએમ મશીન મારા બાપનું”
દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. તેમણે ચુંટણીની આચારસંહિતાના નિયમોને નેવે મૂકીને સંતરામપુરમાં બુથ પર મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે. આ કૃત્ય બીજા કોઇએ નહિ પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરએ કર્યું છે. વિજય ભાભોરે બુથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતું. આટલું જ નહિ લાઈવ સ્ટ્રીમિંગમાં બોલ્યો, “મશીન આપણા બાપનું છે, વિજય ભાભોરની શેખી, મશીન મારા બાપનું”