વિશ્વકપ જીતવો એ એક ટીમનું સપનું હોય છે પણ એ સપનું જીતવા ખાલી વાતો કે પોતાના સેલ્ફથી આગળ એ દેશનું વિચારવું પડે કે જયા આખો દેશ જીતની ઉમીદ લાગવે છે કે આમીરી ટીમ જીતે પણ આ ખિલાડીઓ આ ફેન્સની લાગણીઓ કયારે સમજે… આ એવી ટીમ છે કે જેમને નથી રૂપિયાની કમી… નથી ફેન્સની કમી… નથી કોઇ વસ્તુની કમી. તો પણ ફાઇનલમાં હાર કેમ…. ફાઇનલ સમયે ટીમ જીતતા કયારે શીખશે. 2003 અને 2007 પછી 20223 માં પણ આ જ સિલસિલો કે દશેરાએ ઘોડો ન દોડે… ફિલ્ડીગ થી લઇ બોલીંગ કે બેટીંગ ફાઇનલમાં યોગ્ય ન થાય તો શું કામનું. કોની ભુલ છે વિશ્વકપની હાર કોણ સ્વીકારશે.. તમારા મતે હાર બદલ કોણ જવાબદાર bcci કે રોહીત કે કોચ રાહુલ દ્વવિડ … . સવાલ એ છે કે એક એવો દેશ કે જેમાં ટીમ માટે રમવા ખિલાડીઓની લાઇનો લાગે છે પણ કોઇ એવા પ્રતિભાશાળી ખિલાડી નથી મળતા કે જે ટીમને મજૂબૂત કરે કે ભ્રષ્ટાચારીઓ એવા પ્રતિભા ખિલાડીઓને ટીમમા લેતા નથી તે પણ એક સવાલ થશે . હવે ટીમ હારી છે તો સવાલ તો થશે જ એમા ના નહી કારણે કે દેશવાસીઓની લાગણી તુટી છે. એ વાત પણ સમજવા જેવી છે કે ક્રિકેટરો હોય કે બીસીસીઆઇના સભ્યો આ હાર ભુલી જશે અને હતુ તેમ ને તેમ ચાલશે તેમને આ દેશવાસીઓની લાગણીની કયા પડી છે એટલે જ ઓસ્ટ્રલીયા જેવા દેશો વિશ્વકપ જીતે છે તે તેનુ બોર્ડ અને તેના ખિલાડીઓ દેશ હિત પહેલા જોવે છે.
હારથી ટીમ ઇન્ડિયા કયારેય શિખતી નથી તે સ્પષ્ટ થયુ છે કારણ કે ઇતિહાસ જોઇ લો તમે જો આ ખોટુ હોય તો. કયા સુઘી હાર પછી દિલાસો આપતો રહેવાનો કે રમતમાંતો હાર થાય આ ભઇ થાય હાર એક વખત થાય બે વખત થાય પણ દર વખતે ફાઇનલમાં જ એ પણ આપણે જ હારવાનું એ ગળે નથી ઉતરતુ.
હાર પછી ટીમમા બદલાવ થાય કે ન થાય પણ ફેન્સ ઇચ્છે કે બસ હવે આ ફાઇનલમાં હારવાનું બંધ થાય તો સારુ.. ક્રિકેટરોને હાર પછી પણ રૂપિયા મળવાના છે જીતે તો પણ મળવાના જ છે પણ એ ફેન્સનુ વિચારે કે જેઓ એક ટીકિટ મેળવવા ડબલ રૂપિયા આપે છે પોતાની ટીમને સપોર્ટ કરવા તેમનો કિમંતી સમય બગાડે છે અને તેમને મળે તો શું ટીમને હારતી જોવાનું એ મહેળા ટોળા સાંભળવાના અન્ય દેશના ફેન્સના આ અહેવાલ એ ફેન્સ માટે લખવો પડયો કે જેઓ મેચ હાર્યા પછી તેમની આંખમાં આસુ જોયા છે. એ હારનો ગુસ્સો અમે જોયો છે. પણ આ લોકો ક્યારે સુઘરશે તે હવે જોવાનું.