તથ્ય પટેલ કેસની ટ્રાયલ દરમિયાન મહત્વનો વળાંક, સાક્ષીએ કહ્યું મારી તબિયત

By: nationgujarat
01 Dec, 2025

તથ્ય પટેલ કેસની ચાલતી ટ્રાયલ દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. કેસના એક મુખ્ય સાક્ષીએ કોર્ટ સમક્ષ લેખિતમાં અરજી કરી છે કે તેમની તબિયત હાલમાં નાઠાક છે, જેના કારણે તેઓ કોર્ટમાં હાજર રહી જુબાની આપી શકશે નહીં. સાક્ષી દ્વારા રજૂ કરાયેલી આ અરજીને ધ્યાનમાં લઈ કોર્ટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

સાક્ષીની વાસ્તવિક મેડિકલ તપાસ કરાવવા આદેશ

કોર્ટએ આ અરજી મુદ્દે જિલ્લા ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (Dy.SP) ને સ્પષ્ટ સૂચના આપી છે કે સાક્ષીની તાત્કાલિક અને વાસ્તવિક ધોરણે મેડિકલ તપાસ કરાવવામાં આવે. તપાસમાં સાક્ષીને વાસ્તવિક રીતે કઈ બીમારી છે, શું તકલીફ છે અને તેઓ હાલ કોર્ટ સમક્ષ હાજર થવા સક્ષમ છે કે નહીં તે બાબતોનું નિષ્ણાત ડોક્ટરો દ્વારા મૂલ્યાંકન કરવાનું રહેશે

આ ઉપરાંત કોર્ટે DySP ને એક વધારાનો મહત્વપૂર્ણ આદેશ પણ આપ્યો છે—સાક્ષીને કોઈ પ્રકારની ધમકી, દબાણ અથવા પ્રભાવ હેઠળ આ અરજી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે કે નહીં તેની વિગતવાર તપાસ કરવામાં આવે. કોર્ટનો સ્પષ્ટ ભાર છે કે સાક્ષીનો નિવેદન સંપૂર્ણ સ્વેચ્છાએ અને કોઇ પ્રભાવ વિના હોવું જોઈએ. તેથી DySP ને સૂચના આપવામાં આવી છે કે સાક્ષીને વિશ્વાસમાં લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવે અને તેઓને જો કોઈએ ધમકી આપી હોય અથવા દબાણ કર્યું હોય તો તેની વિગત કોર્ટને પહોંચાડવામાં આવે. આ ઘટનાએ તથ્ય પટેલ કેસની ટ્રાયલમાં નવું વળાંક ઉમેર્યું છે, કારણ કે સાક્ષીની જુબાની કેસના આગલા તબક્કાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે મેડિકલ રિપોર્ટ અને DySPની તપાસના આધારે કોર્ટ આગળની કાર્યવાહી નક્કી કરશે.


Related Posts

Load more