ડુંગળી-બટેટા-ટમેટા મોંઘા થતા આમ આદમીના રસોડાનાં બજેટને ફટકો પડયો

By: nationgujarat
14 Oct, 2024

ખાદ્યચીજોમાં કાયમી વપરાશમાં લેવાતા ડુંગળી-બટેટા-ટમેટા મોંઘા થતા આમ આદમીના રસોડાનાં બજેટને ફટકો પડયો છે.ઉપરાંત રેસ્ટોરા સહીતનાં સ્થાનોએ મેનુ મોંઘા થવા લાગ્યા છે.

ટમેટાનાં કિલોના ભાવ 100 ને આંબી ગયા છે.ડૂંગળીનો ભાવ પણ તેની નજીક છે. વેપારીઓના કહેવા પ્રમાણે ડુંગળી મહારાષ્ટ્રથી આવે છે. ટમેટા પણ કર્ણાટકથી આવે છે અને વપરાશ તેના પર નિર્ભર છે.

વરસાદના નવા રાઉન્ડની પાક બગડવાનું જોખમ સર્જાયુ છે. એટલે દિવાળી સુધી ભાવમાં કોઈ રાહત મળી શકે તેમ નથી. રોજીંદી વપરાશથી ત્રણેય ચીજો મોંઘી થવાથી રેસ્ટોરાનાં મેનુ મોંઘા થવા લાગ્યા છે. ઉપરાંત તૈયાર ગ્રેવીનુ ચલણ વધ્યુ છે. જે સસ્તી પડે છે.


Related Posts

Load more