અગાઉ જાહેર કરાયેલી ફેક્ટશીટમાં શું હતું?
ઉલ્લેખનીય છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું માળખું જાહેર કર્યા પછી, વ્હાઇટ હાઉસે મંગળવારે એક ફેક્ટશીટ બહાર પાડી હતી. જેમાં ટ્રેડ ડીલની મુખ્ય શરતો પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે.
આ સાથે તેમાં કહેવામાં આવ્યું કે, ભારતે અમેરિકન પ્રોડક્ટ્સ ખરીદવા અને 500 અબજ ડોલરથી વધુ અમેરિકન ઉર્જા, આઈટી, કૃષિ, કોલસો સહિતના અન્ય ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. આમ હવે આ શરતને બદલવામાં આવી છે.
યુએસ વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ, અમેરિકાએ વધુ એક મોટો સુધારો કર્યો છે જે ભારત માટે રાહત સમાન છે. જેમાં ડીલ હેઠળ લાગુ પ્રોડક્ટ્સ કેટેગરીમાંથી કૃષિ શબ્દેને હટાવાયો છે. જ્યારે કેટલીક વસ્તુઓમાં કઠોળનો પણ સમાવેશ થાય છે, જેને ‘ટ્રાફિક કટ’ લિસ્ટ માંથી દૂર કરી દેવાયા છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફેક્ટશીટના પહેલાના સંસ્કરણમાં જણાવાયું હતું કે, ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે. જેમાં સૂકા ડિસ્ટિલર્સના અનાજ(DDG), લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, ચોક્કસ કઠોળ, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
નવી અને સુધારેલી ફેક્ટશીટમાં બીજો એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાયો છે, જેમાં પહેલાની જેમ કહેવામાં આવ્યું નથી કે, ભારત તેનો ડિજિટલ સર્વિસ ટેક્સ નાબૂદ કરશે. જોકે, આની જગ્યાએ જેમાં જણાવાયું છે કે ભારત મજબૂત દ્વિપક્ષીય ડિજિટલ ટ્રેડ નિયમોના સમૂહ પર વાટાઘાટો કરવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે અગાઉના સંસ્કરણમાં કહેવામાં આવ્યું હતું કે,ભારત તેનો ડિજિટલ સર્વિસ ટેક્સ નાબૂદ કરશે.