વિશ્વકપ આ વખતે ભારતમાં રમાવવાનો છે જેના માટે ટીમ યંગિસ્તાનની જાહેરાત ટુંક સમયમાં થશે જો કે ટીમ સિલેક્ટર ટીમમાં કોઇ નવો અખતરો કરે અને કોઇ નવો ખિલાડી લાવે તેમ લાગતુ નથી.
અજીગ અગરકર એશિયા કપની ટીમમાંથી 3 ખિલાડીને બહાર કરી શકે છે. એશિયા કપના 15 ખિલાડીઓ વિશ્વકપ માટે ફાઇનલ છે. એશિયા કપમા જેને સારી રમત રમી હશે તે નક્કી જ છે પણ જેણ સારુ પ્રદર્શન ન કર્યુ તે ખિલાડીઓ ચોક્કસ બહાર હશે.
કદાચ આ ચાર ખિલાડીઓ થઇ શકે છે બહાર
વિશ્વ કપમાંથી જે ખિલાડીઓ બહાર થઇ શકે છે તેમાં પ્રસિદ્ધ કુષ્ણા, સંજુ સેમસન અન્ તિલક વર્માનો સમાવેશ થઇ શકે છે. તો કે.એલ રાહુલ પર બહાર થઇ શકે છે કારણ કે પાકિસ્તાન સામેની મેચમાં ઇશાન કિશન ખૂબ જ સારુ બેટીંગ કર્યુ અને ટીમને સંક્ટ માંથી બહાર કાઠી . રાહુલ કપતા ઇશાન પર ટીમ સીલેક્ટર વિશ્વાસ વધુ કરી શકે છે. રાહુલને ગમે તે નંબર પર મોકલો તે કઇ ખાસ પ્રદર્શન કરતો નથી
હવે જોવાનું એ છે કે વિશ્વકપમાટે જે ટીમ જાહેર થશે તેમાં 4 ખિલાડીઓ નવા હશે તે ચોક્કસ છે પણ કયા ખિલાડી છે અને ટીમમાં નવા કોઇ ખિલાડીને તક મળશે કે કેમ તે પણ ટુંક સમયમાં જાહેર થશે.