ટી-20 વિશ્વકપમાં પાકિસ્તાનની ભારત સામે હાથ થતા ખિલાડીઓને સજા, ખિલાડીઓને પર દંડાત્મક કાર્યવાહી ફી મા દંડ

By: Nation Gujarat Team
02 Mar, 2026

પાકિસ્તાનના ખેલાડીઓને હવે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં તેમના ખરાબ પ્રદર્શનનો ભોગ સીધા તેમના પોતાના ખિસ્સામાંથી ભોગવવો પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કડક વલણ અપનાવ્યું છે અને ટીમના દરેક ખેલાડી પર દંડ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહી વર્લ્ડ કપમાંથી સુપર 8 માં ટીમના બહાર થયા પછી અને ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા સામે કારમી હાર બાદ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, T20 વર્લ્ડ કપમાં રમનાર દરેક પાકિસ્તાની ખેલાડી પર 5 મિલિયન પાકિસ્તાની રૂપિયા (આશરે 1.6 મિલિયન ભારતીય રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રકમ ખેલાડીઓના પગાર અથવા મેચ ફીમાંથી કાપવામાં આવશે. આનો અર્થ એ છે કે PCB આ પૈસા પોતે વસૂલ કરશે.

સતત ચોથી વખત પાકિસ્તાન ટીમ આઇસીસી ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ સુધી નથી પ્રવેશી. ખરાબ પ્રદર્શનને કારણે બોર્ડે પાકિસ્તાન ખિલાડીઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરી છે. પાક ખિલાડીઓએ ખરાબ પ્રદર્શન કરવા બદલ તેમને હવે આર્થિક નુકશાન સહન કરવુ પડશે. પાકિસ્તાન ખિલાડીઓને મળતા વેતમા આ વખતે બોર્ડે કાતર મુકી દીધી છે જેના કારણે પાકિસ્તાનમાં આ વિષય ચર્ચાનો કિસ્સો બન્યો છે. પાકિસ્તાને તેની બધી મેચ શ્રીલંકામાં રમી હતી, પરંતુ ઘર જેવી પરિસ્થિતિઓનો લાભ લેવામાં નિષ્ફળ ગયું હતું. શરૂઆતમાં તેઓએ નેધરલેન્ડ્સને 3 વિકેટથી હરાવ્યું, જે એક નજીકની મેચ હતી. ત્યારબાદ તેઓએ યુનાઇટેડ સ્ટેટ્સને 32 રનથી હરાવ્યું.સુપર 8 માં વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી. ત્યારબાદ ઇંગ્લેન્ડે તેમને બે વિકેટથી હરાવ્યા. તેઓએ શ્રીલંકા સામે જીત મેળવી, પરંતુ નબળા નેટ રન રેટને કારણે તેઓ આગળના રાઉન્ડમાં આગળ વધી શક્યા નહીં.

તમને જણાવી દઇએ કે આ વખતે પાકિસ્તાને ટુર્નામેન્ટ પહેલા ભારત સામે મેચ બાબતે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. કેટલાય દિવસ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નાટકો ચાલ્યા હતા.  કેટલાય દિવસ આનાકાની કર્યા બાદ પાકિસ્તાન ભારત સામે રમવા ઘુટણીયે પડયુ અને તો પણ હાર મળી જેના કારણે પાકિસ્તાનમાં યુદ્ધ વગર ઘમાસણ શરૂ થઇ ગયુ છે. પાકિસ્તાનના ખિલાડીઓ તેના જ દેશમાં જાણે કે મજાક બની ગયા છે. ભારત સામેની હાર અને ટુર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બદલ હવે તેની સજા પણ ખિલાડી અને ખાસ કરીને કેપ્ટેન અને કોચે પણ ભોગવી પડશે. હાલ તો મેચ ફીમા 50 લાખ જેટલી રકમ એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 16 લાખનો દંડ કર્યો છે આવનાર દિવસમાં ટીમમાં મોટા ફેરફાર થાય તો નવાઇ નહી


Related Posts

Load more