ભારતીય ટીમનો હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં દબદબો ચાલી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં અંગ્રેજોને ઘરઆંગણે ધૂળ ચટાડી દીધી છે. પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમે ચાર મેચમાં જીત મેળવી છે., આમ 4-1 થી જીત મેળવીને દબદબો કાયમ રાખ્યો છે. આ સાથે જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ટીમ ઈન્ડિયા સૌથી ઉપરના સ્થાને મજબૂત રહ્યુ છે. જોકે સિરીઝની અંતિમ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમે ઇતિહાસમાં એક મહત્વનો રેકોર્ડ હાર અને જીતના સંદર્ભમાં કર્યો છે.
પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની શરુઆતની પ્રથમ મેચ ભારતે ગુમાવી હતી. ત્યાર બાદ સળંગ ચારેય ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. ભારતીય ટીમે ધર્મશાળા ટેસ્ટમાં એક ઈનીંગથી જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચ 1932માં રમી હતી. આમ ભારતીય ટીમ 92 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યુ છે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ અનેક ચડાવ ઉતાર જોયા છે. ટીમ ઈન્ડિયા વર્તમાનમાં દબદબો બનાવીને સતત આગળ વધી રહ્યુ છે. ભારતીય ખેલાડીઓ દાયકાઓથી એક બાદ એક વિક્રમ રચી રહ્યા છે.
ભારતીય ટીમે અત્યાર સુધીમાં 579 મેચ રમી છે, જેમાંથી 178 મેચ ભારતીય ટીમે જીતી છે. જ્યારે આટલી જ મેચમાં ભારતીય ટીમે હાર મેળવી છે. ટીમ ઈન્ડિયાએ રમેલી 222 મેચ ડ્રો રહી છે. જ્યારે એક મેચ ટાઈ રહી છે.
ટીમ ઈન્ડિયાને પ્રથમ જીત મેળવવા માટે લાંબા વર્ષો સુધી રાહ જોવી પડી હતી. પ્રથમ જીત 1950માં મળી હતી. આ પહેલા ભારતે સળંગ હારનો સામનો કર્યો હતો. જોકે ત્યાર બાદ ભારતે જીત મેળવવાની આદત કેળવી લીધી છે.
જીત અને હારના આંકડા | |||
વર્ષ | જીત | હાર | મેચ |
1930 | 0 | 5 | 7 |
1940 | 0 | 11 | 20 |
1950 | 6 | 28 | 64 |
1960 | 15 | 49 | 116 |
1970 | 32 | 68 | 180 |
1980 | 43 | 89 | 261 |
1990 | 61 | 109 | 330 |
2000 | 101 | 136 | 433 |
2010 | 157 | 165 | 540 |
2024 | 178 | 178 | 579 |
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની વાત કરીએ તો, યજમાનોએ ચોક્કસપણે હૈદરાબાદ ટેસ્ટ જીતીને શ્રેણીની ખૂબ જ સારી શરૂઆત કરી હતી. પરંતુ તે પછી ભારતીય ટીમે ઈંગ્લેન્ડને શ્રેણીમાં એક ચાલવા દીધી ન હતી. ભારતીય ટીમે બેક ટુ બેક 4 મેચ જીતીને શ્રેણી 4-1થી કબજે કરી હતી. હૈદરાબાદ ટેસ્ટ હાર્યા બાદ ભારતે વિખાશાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાલામાં ઈંગ્લિશ ટીમને હરાવ્યું હતું. આ જીત સાથે ભારત WTC પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને યથાવત છે