જ્ઞાનેન્દ્રસિંઘ અમદાવાદના CP તરીકે ચાર્જ લીધો

By: nationgujarat
01 Aug, 2023

બે દાયકા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેના કાર્યકાળ દરમિયાન માથાભારે તત્વોને કાબુમાં લેનાર જી.એસ મલિકે અમદાવાદ પોલીસ કમિશનરનો કાર્યભાર સંભાળી લીધો છે. મલિકે કાયદો અને વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાની સાથે ટ્રાફિકના પ્રશ્નોના સમાધાનને પણ અગ્રસ્થાને રાખવાની વાત ઉચ્ચારી હતી.

આ ઉપરાંત બે દાયકામાં અમદાવાદ સહિત દેશભરમાં ક્રાઇમના પ્રકાર બદલાઇ ગયા છે. સાયબર ક્રાઇમ વધી રહ્યો છે તેના માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેમજ સાયબર ક્રાઇમ યુનિટની મદદથી તેને પણ માત આપવાની તૈયારી બતાવી હતી. સાથે-સાથે પોલીસને પણ પોતાના કામમાં એલર્ટ રહેવાની ટકોર કરી હતી.

મલિક 1993ની બેચના IPS
ત્રણ મહિના સુધી અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ પ્રેમવીરસિંઘે ચાર્જ નવા કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ચાર્જ સોંપ્યો હતો. 1993ની બેચના મલિક મૂળ હરિયાણાના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલે.એન્જિનિયરિંગમાં બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું છે .

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP રહ્યા
મલિકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ઉપરાંત ડાંગ, પોરબંદર,સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચ તથા કચ્છ જિલ્લા પોલીસવડા તરીકે પણ ફરજ બજાવી છે. અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચના જેસીપી સહિત અમદાવાદ, વડોદરા, સુરત અને બોર્ડર રેન્જના આઇજીપી તરીકે પણ ફરજ બજાવી છે. ગૃહ વિભાગમાં સચીવ તરીકે પણ સેવા આપી ચુક્યા છે.


Related Posts

Load more