જો ભારત-ચિન-રશિયા જો એક થઇ જાય તો અમેરિકાનુ શું થાય

By: nationgujarat
07 Aug, 2025

અમેરિકાએ હવે ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આનાથી ભારત કરતા વધુ નુકશાન અમેરિકાને થશે કારણ કે અમેરિકાથી ભારતમા એક્સોપોર્ટ થતી વસ્તુ મોંઘી થશે એટલે કે અમેરિકામા મોંધવારી વધી જશે. બીજી બાજુ ભારતમા આની કોઇ ખાસ વઘુ અસર જોવા નહી મળે. ટ્રમ્પના નિર્ણયથી ભારત અને અમેરિકા વચ્ચે સબંધ ચોક્કસ પણે ખરાબ થઇ શકે છે.

જરા વિચારો કે અમેરિકા અને ભારત વચ્ચે ના સબંઘ બગડી રહ્યા છે અને બીજી બાજુ રશિયા-ચિન-ભારત પણ ટ્રમ્પના નિર્ણયથી પરેશાન છે. જો આ ત્રણેય દેશો એક થઇ જાય તો સેના થી લઇ ટેકનીકલક વસ્તુ અને રૂપિયા શેરીગથી લઇ તમામ કાર્યો સાથે મળીને કરે તો અમેરિકાનુ રાજ પુરુ થઇ શકે છે.

ભારત-રશિયા-ચિન કેવી રીતે બદલી શકે છે દુનિયા

વડાપ્રધાન મોદી ચિન પ્રવાસે જવાના છે. નરેન્દ્ર મોદીનો ચિન પ્રવાસથી ભારત-ચિન વચ્ચે સબંધો વધુ મજબૂત થવાની સંભાવના છે એટલે એવો કયાસ નિકાળવામાં આવે છે કે જો ભારત-ચિન-રશિયા એક જ થઇ જાય તો અમેરિકાનુ મહાસત્તાનુ સ્થાન જોખમમા મુકાઇ શકે છે. જો કે આ કાર્યથવાની આપણે માત્ર આશા જ રાખી શકીએ. હાલ તો અમેરિકા અને યુરોપનો દબદબો આખી દુનિયામા ચાલી રહ્યો છે. જો ભારત-રશિયા-ચિન સાથે આવે તો અમેરિકા-યુરોપના વર્ચસ્વને ટક્કર આપી શકે છે. એશિય માર્કેટનુ ગ્લોબલ લેવલે દબદબો જોવા મળી શકે છે.

અત્યારે તો ડોલરનો પુરી દુનિયામા દબદબો છે. આ ત્રણેય દેશો પોત પોતાના દેશમા અમેરિકાના ડોલરનુ મહત્વ ઓછુ કરવા સતત પ્રયાસ કરી રહ્યુ છે. ચિન યુઆન,રશિયા રૂબલ અને ભારત રૂપિયામા વ્યવહાર કરી રહ્યુ છે. જો આ ત્રણેય દેશો એક સાથે મળીને એક નવી કરન્સી કે પેમેન્ટ સિસ્ટમ વિકસાવે તો ડોલરને ચેલેન્જ મળી શકે છે. અમેરિકાએ યુરોપ સાથે મળીને એફટીએ ડીલ કરી છે. જો ત્રણ દેશો સાથે આવે તો એશિયન ડ્રેડ નેટવર્ક બનવામાં સફળતા મળી શકે છે જેનાથી રો મટીરીયલ,ઉત્પાદન અને ટેકનોલોજી શેર કરી શકાય છે જેથી દુનિયાની ઇકોનોમી બદલાઇ શકે છે. ડિકેન્સ અને ટેકનોલોજી મામલામા ત્રણેય દેશ ઝડપથી પ્રગતી કરી રહ્યુ છે. ચિનની ઉત્પાદન ક્ષમતા અને ભારતનુ ટેલેન્ટ અને આઇટી પાવરથી એક નવુ ટેકનીકલ બ્લોક તૈયાર કરી શકાય છે.

ત્રણ દેશો જોડે આવે તો ગ્લોબલ સ્પલાય ચેન પણ બદલાઇ શકે છે. દુનિયાની પશ્ચિમીદેશો સાથેની નિર્ભરતા ઓછી થઇ શકે છે. દુનિયા ત્રણે દેશો સામે વેપાર કરવામાં વધુ રસ દાખવી શકે છે. રાજનીતી,સામાજીક અને ભૌગલીક કારણોને ધ્યાને રાખી આ હજી સંભવ થઇ શકે તેમ લાગતુ નથી કારણ કે ભારત અને ચિન વચ્ચે સિમા વિવાદ અને વિશ્વાસ હજુ વધ્યો નથી. રશિયાની પશ્ચિમી દેશો સાથેની લડાઇ મોટી સમસ્યાનુ કારણ પણ બની શકે છે. ભારત મલ્ટી અલાઇમેન્ટ પોલીસી પર ચાલે છે. ભારત અમેરિકા -યુરોપ સાથે વેપાર કરે છે. ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી ભારતને કોઇ વધુ અસર નહી થાય પણ અમેરિકાને ચોક્કસ નુકશાન થવાનુ છે.

 


Related Posts

Load more