સુરત સાયબર સેલે એક વ્હાઈટ-કોલર ઠગનો પર્દાફાશ કર્યો છે જેણે પોતાની ઉચ્ચ ડિગ્રી (B.Sc. મેથેમેટિક્સ) અને ચીફ ફાઇનાન્સ ઓફિસરની પ્રતિષ્ઠિત નોકરીનો દુરુપયોગ ગુના માટે કર્યો. આ શખ્સે લોકોને સરળ ડેટા એન્ટ્રી કામ અને લોનની લાલચ આપીને ફસાવ્યા હતા. તેને લોસ મેકિંગ કંપની ખરીદી અને તેનો ઉપયોગ ષડયંત્રના એક ભાગ તરીકે કર્યો. આ યુવકે 1200થી વધુ નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરીને 9 કરોડથી વધુની રકમ ખંખેરી લીધી હતી.
પગાર મહિને 65,000 રૂપિયા હોય અને કંપનીમાં 20% હિસ્સેદારી સુરત સાયબર ક્રાઈમ સેલે તાજેતરમાં એક એવા હાઈ-પ્રોફાઈલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. જે વ્યક્તિ પુણેની એક કંપનીમાં ચીફ ફાઇનાન્સ ઓફિસર જેવી જવાબદાર પોસ્ટ પર હોય, જેનો પગાર મહિને 65,000 રૂપિયા હોય અને કંપનીમાં 20% હિસ્સેદારી હોય, તે વ્યક્તિ 1200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે. સમગ્ર કેસમાં માસ્ટરમાઈન્ડ નિતેશ ગોવાણી છે.
1200થી વધુ નિર્દોષ લોકોને લૂંટીને 9 કરોડ ખંખેર્યા શું એક વ્યક્તિ જે બી.એસ.સી. મેથેમેટિક્સ ભણ્યો હોય, પુણેની પ્રતિષ્ઠિત કંપનીમાં ચીફ ફાઇનાન્સ ઓફિસર જેવી ઉચ્ચ પોસ્ટ પર હોય, અને મહિને 65,000 રૂપિયાનો વ્હાઈટ-કોલર પગાર મેળવતો હોય, તે ગુનેગાર હોઈ શકે? સુરત સાયબર સેલે એક એવા શતિર ભેજાબાજનો પર્દાફાશ કર્યો છે જેણે પોતાની ડિગ્રી અને કોર્પોરેટ અનુભવનો ઉપયોગ કોઈ કંપનીના વિકાસ માટે નહીં, પરંતુ 1200થી વધુ નિર્દોષ લોકોને લૂંટવા માટે કર્યો હતો. આંકડો નાનો નથી, આ વ્હાઈટ કોલર ઠગે લોકોને નોકરી અને લોનની લાલચ આપીને 9 કરોડથી વધુ રકમ ખંખેરી લીધી છે.
કોણ છે આ માસ્ટરમાઈન્ડ નિતેશ? નિતેશ ગોવાણીનું પ્રોફાઈલ જોઈને કોઈને પણ ઈર્ષ્યા આવી શકે. તેણે BSc Mathematics સુધીનો અભ્યાસ કર્યો છે. ગણિત અને આંકડાઓ પર તેની મજબૂત પકડ હતી. આ જ આવડતના જોરે તે પુણેની એક નામાંકિત પ્રાઈવેટ કંપનીમાં CFO તરીકે નોકરી કરતો હતો. માત્ર નોકરી જ નહીં, તેણે તે કંપનીમાં 20% શેર પણ ખરીદી લીધા હતા. દર મહિને તેના ખાતામાં 65,000 રૂપિયાનો પગાર જમા થતો હતો. સમાજની નજરમાં તે એક સફળ અને સુશિક્ષિત વ્યક્તિ હતો, પરંતુ તેના દિમાગમાં ગણતરીઓ કંઈક અલગ જ ચાલી રહી હતી. તેને 65 હજાર ઓછા પડતા હતા, કારણ કે તેને ટૂંકા ગાળામાં કરોડો કમાવવાની લાલસા હતી.
ડેટા એન્ટ્રીનું કામ આપવાની લાલચ આપીને ફસાવતો નિતેશનો ગુનાખોરી સાથેનો આ પહેલો પરિચય નહોતો. વર્ષ 2021માં અમદાવાદમાં ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે છેતરપિંડી કરવા બદલ તેની ધરપકડ થઈ હતી. તે સમયે તે લોકોને ઘરે બેઠા ડેટા એન્ટ્રીનું કામ આપવાની લાલચ આપીને ફસાવતો અને કામમાં ભૂલ કાઢીને લીગલ નોટિસના ડર બતાવીને ખંડણી વસૂલતો. આ ગુનામાં તેણે 6 મહિના અમદાવાદની સાબરમતી જેલમાં વિતાવ્યા હતા.
જેલમાંથી બહાર આવતા તેને નવો પ્લાન બનાવ્યો સામાન્ય રીતે જેલ માણસને સુધારે છે, પરંતુ નિતેશના કિસ્સામાં જેલ તેના માટે ‘ક્રાઈમ સ્કૂલ’ સાબિત થઈ. જેલમાં બેસીને તેણે વિચાર્યું કે અગાઉની પકડાઈ ગયેલી ટ્રિકમાં શું ખામી હતી? તેને સમજાયું કે ડાયરેક્ટ ફ્રોડ કરવાથી પકડાઈ જવાય છે. તેથી, જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે એક નવી અને ફૂલ-પ્રૂફ યોજના બનાવી – “લીગલ દેખાવું, પણ કામ ઈલીગલ કરવું.”