જેતલસર જંકશનના પ્રશ્નોને લઈ MLA જયેશ રાદડિયાએ રેલવે અધિકારીઓનો લીધો ઉધડો

By: Nation Gujarat Team
14 Jun, 2026

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર nationgujarat.com  પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

રાદડિયાએ કહ્યું કે, આ આંદોલનનું હેન્ડલિંગ હું કરીશ, ધારાસભ્ય તરફથી અને હું બેસીશ અહીંયા. એ બેસવાનો જ છું એ નક્કી છે, એ ફાઇનલ ડિસિઝન છે. મેં બધાને કહ્યું હતું કે તમારે કોઈએ પણ આમાં ઉપવાસ પર નથી બેસવાનું, આગળ નથી બેસવાનું, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. નહીં થાય તો આમને નથી બેસવાનું, આની લીડરશિપ હું લેવાનો છું. વધુમાં તેમણે અધિકારીને કહ્યું કે, તમને પૂરેપૂરું સમજાઈ ગયું છે. શું રસ્તો કાઢવો, આમાં કોઈ જીદ ન હોવી જોઈએ, આ જીદના કારણે જ આ બધું થયું છે. હું માનું છું કે આવી સમસ્યાઓનો નિકાલ કરવો જોઈએ.

લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વની કામગીરી ખસેડાતા ગ્રામજનોમાં ભારે રોષ છે અને જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ દ્વારા અગાઉ ધરણા અને આંદોલન કરવામાં આવ્યું હતું, રેલવે મંત્રીએ ખાત્રી આપતા આંદોલન સ્થગિત કરાયું હતું, રેલવે મંત્રીની ખાત્રી બાદ પણ અધિકારીઓ દ્વારા પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ગ્રામજનોએ ફરી લડત તેજ કરી છે અને ધારાસભ્યએ જરૂર પડશે તો ટ્રેન રોકો આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે. સ્ટાફની સતત બદલીથી જેતલસર ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ પર અસર થવાની ભીતિ છે.

 


Related Posts

Load more