જાપાનની અનોખી પહેલ! રેસ્ટોરાંમાં વધેલું ભોજનનો બગાડ અટકાવવા કર્યો આ ખાસ નિર્ણય

By: nationgujarat
18 Oct, 2024

રેસ્ટોરન્ટમાં જમવા જવાનું થાય ત્યારે ખોરાક છેલ્લે પડયો રહેવાથી બગાડ થતો હોય છે. આવુ દરેકની સાથે કયારેકને કયારેક બન્યું હોય છે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે રેસ્ટોરન્ટના ગ્રાહકો માટે એક ગાઇડલાઇન તૈયાર કરી છે જ અનુસાર બચેલું ભોજન સ્વચ્છતા પૂર્વક ગ્રાહક ઘરે લઇ જઇ શકે તેવો દિશા નિર્દેશ આપ્યો છે. આ પગલું ભોજનની બરબાદી અટકાવવાની દિશામાં ખૂબજ મહત્વનું છે.

એક માહિતી અનુસાર, 2022માં જાપાનમાં 47.2 લાખ ટન ખાદ્યપદાર્થોનો બગાડ થયો છે. તેમાંથી 50 ટકાથી વધુ એટલે કે 23.6 લાખ ટન ખોરાક રેસ્ટોરાંમાં વેડફાયો છે. તેથી, જો ગ્રાહક આખું ભોજન ખાઈ શકતો નથી, તો તે તેને ઘરે લઈ જઈ શકે છે. જેના માટે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ડિસ્પોઝેબલ પેકિંગ કરવામાં આવશે.

એવી પણ ભલામણ કરવામાં આવી છે કે ભોજન શકય હોય ત્યાં સુધી તરલ પદાર્થ કાઢી નાખવો જોઇએ જેથી કરીને ડબ્બામાં તેનો સારી રીતે ઉપયોગ કરી શકાય અને તાપમાનનો પણ સામનો કરી શકે.જે વ્યકિત રેસ્ટોરન્ટમાં ખોરાક એઠો મુકે છે તેને જ ઘરે જઇને આરોગવાનો આગ્રહ રાખવો જોઇએ.રેસ્ટોરન્ટના માલિકોને જરુર પડે કયું ભોજન છે જે ઘરે લઇ જઇ શકાય છે,સારી રીતે પેકિંગ કરી શકાય છે તેનું પણ ધ્યાન રાખવું જરુરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનના આરોગ્ચ મંત્રાલયે પૂરી તૈયારી થઇ શકે તે માટે આવતા વર્ષના એપ્રિલ મહિનાથી અમલ કરવાનું નકકી કર્યુ છે. નવા આર્થિક વર્ષમાં રેસ્ટોરન્ટ માલિકોને પણ આને લગતો પ્રબંધ કરવા માટે પુરતો સમય મળી રહેશે.


Related Posts

Load more