Related Posts
ગાંધીનગર: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈને એક પરિપત્ર જાહેર કરાયો છે. જન્મ મરણના દાખલામાં ફેરફાર કરવા બાબતે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકાશે.
આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે, તેમજ પુરાવાઓને ધ્યાને રાખી રજીસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે. જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકશે. સંતોષકારક ખાત્રી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં. જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે.અત્રે જણાવીએ કે, જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કરાયા છે.